અમેરિકા : અકસ્માતને બહાનું બનાવી કોમર્શિયલ ટ્રક ડ્રાઈવરના વર્કર વિઝા અટકાવ્યા
August 22, 2025
અમેરિકાએ તમામ વિદેશી ટ્રક ડ્રાઇવરો માટે વિઝા ઇશ્યૂ કરવાનું તાત્કાલિક ધોરણે બંધ કરી દીધું છે. યુએસના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ 21 ઓગસ્ટે X પર આ અંગે જાહેરાત કરતા લખ્યું કે, 'અમે તાત્કાલિક અસરથી કોમર્શિયલ ટ્રક ડ્રાઇવરો માટે વર્કર વિઝા ઇશ્યૂ કરવાનું બંધ કરી રહ્યા છીએ. વર્કર વિઝા રોકવા પાછળનું કારણ ભારતમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલો હરજિન્દર સિંહ છે, જેણે એક ભૂલને કારણે મોટો અકસ્માત સર્જ્યો હતો, જેમાં ત્રણ લોકોના જીવ ગયા હતા.
રુબિયોએ વધુમાં લખ્યું કે, 'અમેરિકાના રસ્તાઓ પર મોટા ટ્રેક્ટર-ટ્રેલર ટ્રક ચલાવતા વિદેશી ડ્રાઇવરોની વધતી સંખ્યા અમેરિકનોના જીવનને જોખમમાં મૂકી રહી છે અને અમેરિકન ટ્રક ડ્રાઇવરોની આજીવિકા ઘટી રહી છે.'
અમેરિકામાં આ કાર્યવાહી એક મોટા અકસ્માત બાદ કરવામાં આવી છે. ફ્લોરિડાના એક હાઈવે પર ટ્રેક્ટર-ટ્રેલર ચલાવી રહેલા હરજિન્દર સિંહે જ્યાંથી મંજૂરી નહોતી ત્યાંથી યુ-ટર્ન લીધો, જેના કારણે પાછળ આવી રહેલી કારનો અકસ્માત થયો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા. હરજિન્દર પર બેદરકારીથી વાહન ચલાવીને હત્યા કરવાનો આરોપ મૂકાયો છે.
અમેરિકાના ફેડરલ અધિકારીઓ અનુસાર, હરજિન્દર સિંહ ભારતનો છે. તેણે કથિત રીતે મેક્સિકોના રસ્તે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કર્યો હતો. અકસ્માત બાદ તે અંગ્રેજીની પરીક્ષામાં પણ નિષ્ફળ ગયો. આ મામલો અમેરિકન મીડિયામાં ખૂબ ચર્ચામાં છે અને ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નિયંત્રણવાળા ફ્લોરિડામાં અધિકારીઓ દ્વારા તેને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
Related Articles
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો, 2 ક્રૂ મેમ્બર્સ ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો,...
Oct 12, 2026
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો, પાકિસ્તાની કૉસ્ટ ગાર્ડના 13 સૈનિકો માર્યા ગયાનો દાવો
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો,...
Oct 12, 2026
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભારતીય સહિત 13 લોકોનાં મોત
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભાર...
Oct 12, 2026
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026