પાકિસ્તાની જુઠ્ઠાણાનો પર્દાફાશ કરવા સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ પહોંચશે વિદેશ

May 21, 2025

ભારતે પાકિસ્તાનના પીઓકે વિસ્તારના આતંકી ઠેકાણાઓ સહિત કરેલા ‘ઓપરેશન સિંદૂર’ ની વૈશ્વિક પ્રતિષ્ઠા માટે કેન્દ્ર સરકાર દ્વારા નીમવામાં આવેલા સર્વપક્ષીય સભ્યોનું મંડળ પરદેશ જવાનું છે. જેમાં દુશ્મન દેશના જુઠ્ઠાણાનો પર્દાફાશ કરશે. આપના દેશના નેતાઓનો વૈશ્વિક નેતાઓને એવો સંદેશ હશે કે, ભારતે નક્કી કર્યું છે, હવે બહુ થયું. ભારત શાંતિ માટે પ્રતિબદ્ધ છે. પાકિસ્તાનના જુઠ્ઠાણાની ફેક્ટરીનો પર્દાફાશ થશે.

ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારત વિવિધ દેશોમાં તમામ પક્ષોમાંથી પસંદ કરાયેલા દેશના સાંસદ પ્રતિનિધિઓનું મંડળ મોકલી રહ્યું છે. અગાઉ, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાંથી ત્રણના સભ્યો, સાંસદો અને ભૂતપૂર્વ સાંસદોને માહિતી આપી હતી. આ પ્રતિનિધિમંડળ ઘણા દેશોની રાજધાનીઓની મુલાકાત લેશે અને પાકિસ્તાનમાં પોષાયેલા આતંકવાદ સામે ભારતના કડક વલણને વિશ્વ સમક્ષ રજૂ કરશે.

જાપાન, સિંગાપોર, દક્ષિણ કોરિયા, મલેશિયા અને ઇન્ડોનેશિયાના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહેલા જેડી(યુ) નેતા સંજય ઝાએ કહ્યું કે, "વૈશ્વિક નેતાઓને તેમનો સંદેશ એ હશે કે ભારતે નક્કી કર્યું છે કે હવે બહુ થયું." સંજય ઝા અને શ્રીકાંત શિંદેના નેતૃત્વમાં બે પ્રતિનિધિમંડળ આજે રવાના થવાના છે. તેમણે કહ્યું કે, જ્યારે પણ ભારતે આતંકવાદ સામે કાર્યવાહીના તેના આશ્વાસનો પર વિશ્વાસ કર્યો છે, 

પાકિસ્તાન વારંવાર એવું વર્તન કરે છે જાણે કોઈ ચોરને તેના ગુનાની તપાસ કરવાનું કહેવામાં આવી રહ્યું હોય. ઝાનું પ્રતિનિધિમંડળ સવારે 11.40 વાગ્યે જાપાન જવા રવાના થશે, જ્યારે શ્રીકાંત શિંદેનું પ્રતિનિધિમંડળ રાત્રે 9 વાગ્યે યુએઈ જવા રવાના થશે. આ ઉપરાંત, લોકસભા સાંસદ કનિમોઝીના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ આવતીકાલે એટલે કે ગુરુવારે સવારે રવાના થશે.