તેલંગાણામાં ગળામાં ચોકલેટ અટકી જતાં આઠ વર્ષના બાળકનું મૃત્યુ

November 29, 2022

તેલંગાણાના વારંગલ ખાતે એક દર્દનાક ઘટના બની ગઈ. ગળામાં ચોકલેટ અટકી જવાથી આઠ વર્ષના બાળકનું મૃત્યુ થયું હતું. થોડા દિવસ પહેલાં તેના પિતા ઓસ્ટ્રેલિયાથી ચોકલેટ્સ લાવ્યા હતા. શનિવારે વારાંગલની પિનાવરી શેરીની એક શાળામાં આ ઘટના સર્જાઈ હતી. શહેરમાં રહેતા કંવરસિંહ અને ગીતા ચાર સંતાનો ધરાવે છે. કંવરસિંહ વીજ ઉપકરણોની દુકાન ચલાવે છે. થોડા દિવસ પહેલાં ઓસ્ટ્રેલિયા ગયા હતા અને પાછા ફરતી વખતે બાળકો માટે ટોફી લેતા આવ્યા હતા. શનિવારે દંપતીએ પોતાના બાળકોને તે ચોકલેટ આપી હતી. તેમના બે પુત્રો અને એક પુત્રી પિનાવરી સ્ટ્રીટની એક શાળામાં ભણે છે.

આઠ વર્ષનો સંદીપ શાળાની ઇમારતના ત્રીજા માળે આવેલા પોતાના વર્ગખંડ તરફ જઈ રહ્યો હતો. ત્યારે તેણે મોઢામાં ચોકલેટ મૂકી દીધી હતી. પગથિયા ચઢતી વખતે ચોકલેટ તેના ગળામાં અટકી ગઈ અને તે મૂર્છિત થઈ ગયો. અન્ય બાળકોએ તેને પડતાં જોયો તો શાળા સંચાલકોને જાણ કરી. તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને માતા-પિતાને જાણકારી આપવામાં આવી.