કોટક મહિન્દ્રા બેંક વિરૂદ્ધ RBIની મોટી કાર્યવાહી, નવા ક્રેડિટ કાર્ડ્સ ઇશ્યૂ કરવા પર લગાવી રોક

April 24, 2024

પ્રાઈવેટ સેક્ટરની કોટક મહિન્દ્રા બેંકને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય રિઝર્વ બેંકે બુધવારે કોટક મહિન્દ્રા બેંકને તાત્કાલિક અસરથી નવા ક્રેડિટ કાર્ડ જાહેર કરવા પર રોક લગાવવાનો નિર્દેશ આપ્યો. RBIએ ઓનલાઈન અને મોબાઈલ બેંકિગ ચેનલોના માધ્યમથી નવા ગ્રાહકોને જોડવા પર રોક લગાવી દીધી છે. આ અંગે RBIએ કહ્યું કે, 'કોટક મહિન્દ્રા બેંકના હાલના ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને રાબેતા મુજબ તમામ સેવા મળતી રહેશે.'