રૂ.110 કરોડના ખર્ચે સાબરમતી નદી પર વધુ એક બ્રિજ બનશે, વર્ષોની માંગણી બાદ આખરે પ્રોજેક્ટની મંજૂરી
December 20, 2025
આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ગ્રામજનોની લાગણીને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્ત્વનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ તારાપુર તાલુકાના રિંઝા ગામ ખાતે સાબરમતી નદી પર રૂ. 110 કરોડના ખર્ચે નવા પુલના નિર્માણ મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી આસપાસના અનેક ગામોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે. તારાપુર તાલુકાના રિંઝા, નભોઈ, પચેગામ અને દુગારી ગામોના લોકોને ચોમાસા દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. સાબરમતી નદીનું વહેણ બદલાવાને કારણે ચોમાસામાં આ ગામોના લોકો નદીના સામે કાંઠે જઈ શકતા ન હતા અને ઘણીવાર સંપર્કવિહોણા થઈ જતા હતા. આ વિકટ પરિસ્થિતિ અંગે ગ્રામજનો દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામજનોની આ રજૂઆત મંજૂર કરી છે. જેમાં રૂ. 110 કરોડની આ માતબર રકમમાં પુલ સહિત અન્ય આનુષંગિક વિકાસ કાર્યોનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી નદી પર ટુ-લેન (બે માર્ગીય) બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ ઉપરાંત, બ્રિજ સુધી પહોંચવા માટે પથ રેખા પર 4 કિલોમીટરનો નવો રસ્તો પણ બનાવવામાં આવશે. ફાળવવામાં આવેલા ભંડોળમાં જમીન સંપાદન, બાંધકામ પહેલાં જરૂરી હાઇડ્રોલિક સરવે, સોઇલ ઈન્વેસ્ટિગેશન (માટી પરીક્ષણ) અને ડિઝાઇનિંગ (આલેખન) જેવી તમામ પ્રવૃત્તિઓના સંભવિત ખર્ચને આવરી લેવામાં આવ્યો છે. આ નવા પુલનું બાંધકામ પૂર્ણ થતાં જ ચોમાસા દરમિયાન સંપર્કવિહોણા થઈ જતા ગામોની વર્ષો જૂની સમસ્યાનું કાયમી નિવારણ આવી જશે. આ પુલ સ્થાનિક વાહન વ્યવહારને સરળ બનાવશે અને ખેત ઉદ્યોગને નવો વેગ આપશે. આખરે, આ પ્રોજેક્ટ ગ્રામજનોના 'ઈઝ ઑફ લિવિંગ'માં વધારો કરી તેમના માટે આશિર્વાદરૂપ સાબિત થશે.
Related Articles
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી...
May 09, 2026
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન ક્રેશ મામલે એક મહિનામાં આવશે ફાઈનલ તપાસ રિપોર્ટ
260 મોત માટે જવાબદાર કોણ? અમદાવાદ પ્લેન...
May 08, 2026
11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 કરોડના ખર્ચે બનેલા સરદારધામ-3 ભવનનું કરશે લોકાર્પણ
11 મેએ વડોદરામાં PM મોદીનો રોડ શો: 150 ક...
May 06, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે, હવામાન વિભાગની આગાહી
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સા...
May 06, 2026
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના 13 જિલ્લામાં ભારે પવન-ગાજવીજ સા...
May 05, 2026
ગુજરાત સરકારના કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર: મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો, હવે 60% લેખે મળશે DA
ગુજરાત સરકારના કર્મચારીઓ-પેન્શનરો માટે ખ...
May 05, 2026
Trending NEWS
બીસીએ ચૂંટણીના પરિણામોની આતુરતાથી જોવાતી રાહ
09 May, 2026
કોહલી, પ્રિયંકા, રોનાલ્ડો સહિતની હસ્તીઓએ ગુમાવ્યા...
09 May, 2026
IPL ઇતિહાસમાં જે કોઈ ના કરી શક્યું તે કેએલ રાહુલે...
09 May, 2026