ટ્રમ્પ અને મેલેનિયા અંગે વધુ એક અફવા ફેલાઈ, વ્હાઇટ હાઉસે કરવી પડી સ્પષ્ટતા

May 16, 2025

Uતાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયા ટ્રમ્પ વચ્ચેના સંબંધોને લઈને નવી અફવાઓ સામે આવી છે. પત્રકાર અને લેખક માઇકલ વોલ્ફે દાવો કર્યો છે કે  ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા ટ્રમ્પ અલગ થઈ ગયા છે. તેમણે પોતાની વાત સાબિત કરવા માટે મેલેનિયાના વ્હાઇટ હાઉસથી અંતરનો ઉલ્લેખ કર્યો. ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન ટ્રમ્પ અને મેલેનિયા વ્હાઇટ હાઉસમાં સાથે રહેતા હતા, પરંતુ બીજા કાર્યકાળ દરમિયાન મેલેનિયા ટ્રમ્પ ઓવલ ઑફિસમાં રહેવા આવ્યા ન હતા.
વોલ્ફે એક પોડકાસ્ટમાં કહ્યું કે,'મેલાનિયા ટ્રમ્પ સાથે તેમના પહેલા કાર્યકાળ દરમિયાન વ્હાઇટ હાઉસમાં રહેતા હતા, પરંતુ તેમના બીજા કાર્યકાળ દરમિયાન ઓવલ ઑફિસની મુલાકાત લીધી ન હતી. તેમણે એ પણ નોંધ્યું કે મેલેનિયાએ 20 જાન્યુઆરીથી વ્હાઇટ હાઉસમાં ફક્ત બે અઠવાડિયાથી પણ ઓછો સમય વિતાવ્યો છે. આ અહેવાલો પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ અલગ જીવન જીવી રહ્યા છે.'


વ્હાઇટ હાઉસના ન્યૂઝ ડિરેક્ટર સ્ટીવન ચેઉંગે વોલ્ફની ટિપ્પણીની ટીકા કરી અને તેને મૂર્ખતાપૂર્ણ ગણાવી. તેમણે કહ્યું કે 'વોલ્ફના આરોપો સંપૂર્ણપણે ખોટા છે અને તે ટ્રમ્પ અને મેલેનિયાને બદનામ કરવાનો પ્રયાસ છે.