અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ધરપકડ, હમાસ સાથે કનેક્શનનો દાવો, ડિપોર્ટ થવાનું જોખમ

March 20, 2025

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે વોશિંગ્ટનના જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીની ધરપકડ કરી છે. આ વિદ્યાર્થી પર હમાસ સાથે કનેક્શન હોવાનો આરોપ મૂકાયો છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)એ વિદ્યાર્થીને અમેરિકાની વિદેશ નીતિ માટે જોખમી હોવાનું કહી તેને  ડિપોર્ટ કરવાની માગ કરી છે.

વિદ્યાર્થીના વકીલે જણાવ્યું હતું કે, 'બદરખાન સૂરી નામના ભારતીય વિદ્યાર્થીને ધરપકડ બાદ એલેક્ઝાન્ડ્રિયામાં રાખવામાં આવ્યો છે. અને અમે ઈમિગ્રેશન કોર્ટમાં રજૂ કરવા માટે તારીખની રાહ જોઈ રહ્યો છે. ફેડરલ એજન્ટ્સે સોમવાર રાત્રે વર્જિનિયાના રોસલીનમાં આવેલા તેના નિવાસ સ્થાનેથી તેની ધરપકડ કરી હતી.'

DHSએ આ ધરપકડ મામલે જણાવ્યું હતું કે, 'આ વિદ્યાર્થી સોશિયલ મીડિયા પર હમાસનો પ્રચાર કરી રહ્યો હતો. તેમજ યહૂદી વિરૂદ્ધ ઉશ્કેરણીજનક પોસ્ટ કરી રહ્યો હતો. તેની પત્ની ગાઝાની છે. જે હાલ અમરિકામાં સિટીઝનશીપ ધરાવે છે. સૂરી વિરૂદ્ધ કોઈ ઠોસ પુરાવા મળ્યા નથી. પરંતુ તેની સોશિયલ મીડિયા પર ગતિવિધિઓ અમેરિકાની વિદેશી નીતિઓ માટે જોખમી છે. જેથી તેને ડિપોર્ટ કરવામાં આવી શકે છે.'

વોશિંગ્ટન સ્થિત જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બદરખાન સૂરીએ અમેરિકાની સિટિઝનશીપ ધરાવતી ગાઝાની યુવતી મફીજી સાલેહ સાથે લગ્ન કર્યા છે. જ્યોર્જટાઉનના અલવલીદ બિન તલાલ સેન્ટર ફોર મુસ્લિમ-ક્રિશ્નયન અંડરસ્ટેન્ડિંગમાંથી પીએચડીનો અભ્યાસ કરી રહ્યો છે.