મધ્યપ્રદેશમાં રક્ષાબંધન પહેલા જ સગી બહેને ભાઈની સોપારી આપીને હત્યા કરાવી
August 05, 2025
યુવાનનો મૃતદેહ બોરીમાં બાંધેલી હાલતમાં મળી આવ્યો
સિંગરૌલી : મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લામાં 12 જુલાઈએ બોરીમાં બાંધેલી હાલતમાં મળેલા એક યુવાનના મોતનો ભેદ ઉકેલી પોલીસે ચોકાવી દીધા છે. આ કેસમાં થયેલા ખુલાસા ખૂબ જ ચોંકાવનારા છે. યુવકની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ તેની જ સગી બહેને કરાવી હતી. બહેન તેના દારૂડિયા અને હિંસક ભાઈથી કંટાળીને ગઈ હતી, તેથી તેણે 10,000 રૂપિયાની સુપારી આપીને તેની હત્યા કરાવી હતી. પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
આ મામલો લાંધાઢોલ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે, જ્યાં તાલ ગામમાં ગોપદ નદીના કિનારે એક યુવાનનો મૃતદેહ બોરીમાં બાંધેલી હાલતમાં મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું કે, તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. લાશની ઓળખ ન થવાને કારણે પોલીસે તેનો ફોટો પડોશી રાજ્યો છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ મોકલ્યો હતો. પોલીસે ઘણી મહેનત પછી લાશની ઓળખ છત્તીસગઢના મુકરીલ ગામના રહેવાસી લાલ બહાદુર સિંહ તરીકે થઈ હતી.
મૃતકના ભાઈ શિવપ્રસાદને તેની બહેન ફૂલમતી સિંહ પર શંકા દર્શાવી હતી. પોલીસે ફૂલમતી સિંહની પૂછપરછ કરી ત્યારે તેણે ગુનો કબૂલી લીધો. તેણે કહ્યું કે, 'મારો ભાઈ દારૂ પીધા પછી મને મારી અને માતાને વારંવાર માર મારતો હતો. જેના કારણે અમે છેલ્લા ઘણા સમયથી કંટાળી ગયા હતા. એટલે મારા એક પરિચિત શિવ કૈલાશ સિંહ અને ભૂપત સિંહને 10,000 રૂપિયા આપીને મારા ભાઈને મારી નાખવા માટે સમજાવ્યા હતાં.'
એ પછી 8 જુલાઈના રોજ જ્યારે લાલ બહાદુર નશામાં હતો, ત્યારે બંને આરોપીઓએ તેનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પછી તેઓએ લાશને કોથળામાં ભરીને ગોપદ નદીમાં ફેંકી આવ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે અને કેસની વધુ તપાસ હાથ ધરી છે.
Related Articles
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026