અમૃતસર બાયપાસ હાઇવે પાસે બ્લાસ્ટ, એક યુવક ઇજાગ્રસ્ત

May 27, 2025

પંજાબમાં અમૃતસર બાયપાસ પાસે બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. બ્લાસ્ટ થયાની માહિતી મળતા જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. કોણે બ્લાસ્ટ કર્યો, કેવી રીતે બ્લાસ્ટ થયો તે તમામને લઇને પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ આ વિસ્ફોટમાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો.

વિસ્ફોટની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.સૂત્રોએ જણાવ્યું છે કે બોમ્બ મૂકવા આવેલા વ્યક્તિના હાથમાં જ વિસ્ફોટ થયો હતો. ઘાયલ વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર હાલ આ મામલે તપાસ ચાલી રહી છે પરંતુ બ્લાસ્ટ કરવાનું કારણ શું તે જાણી શકાયુ નથી.