સિવિયર હીટવેવની આગાહી:ગુજરાતમાં પાંચ દિવસમાં બેથી ત્રણ ડિગ્રી સુધી તાપમાન વધશે, ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

April 30, 2024

અમદાવાદ  : હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસની ગુજરાત રાજ્યમાં વાતાવરણની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી પાંચ દિવસ ગુજરાત રાજ્યમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે. ગરમીનો પારો 43 ડિગ્રીને આંબી જશે. જેનાથી દિવસે આકરી ગરમી તો રાત્રે ઉકળાટનો અનુભવ થશે.