Breaking News :
અમદાવાદ શહેરમાં નવો HMPVનો કેસ નોંધાતા હડકંપ, ચાર વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ, રાજ્યનો છઠ્ઠો કેસ 'RSS પ્રમુખનું નિવેદન રાજદ્રોહ સમાન, કોઈ અન્ય દેશમાં હોત તો ધરપકડ થઇ હોત': રાહુલ ગાંધી મધ્ય પ્રદેશમાં ટિકિટનો વાયદો કરી ભાજપ નેતાનું મહિલા સાથે દુષ્કર્મ, ધરપકડ થતા પક્ષમાંથી હકાલપટ્ટી 47 વર્ષે કોંગ્રેસનું ઠેકાણું બદલાયું, સોનિયા ગાંધીના હસ્તે નવા હેડક્વાર્ટર 'ઈન્દિરા ભવન'નું ઉદઘાટન ટ્રમ્પ નવો 'વસૂલી' વિભાગ બનાવશે, ભારત-કેનેડા-ચીન જેવા દેશો ટેન્શનમાં! ટૂંક સમયમાં થશે જાહેરાત કેજરીવાલ-સિસોદિયા મુશ્કેલીમાં! લીકર કૌભાંડમાં મની લોન્ડરિંગનો કેસ ચાલશે, ગૃહ મંત્રાલયની EDને મંજૂરી

47 વર્ષે કોંગ્રેસનું ઠેકાણું બદલાયું, સોનિયા ગાંધીના હસ્તે નવા હેડક્વાર્ટર 'ઈન્દિરા ભવન'નું ઉદઘાટન

January 15, 2025

કોંગ્રેસે આજે તેના નવા હેડક્વાર્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. સોનિયા ગાંધીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. એટલે કે હવે કોંગ્રેસના નવા હેડક્વાર્ટરનું સરનામું 'ઇન્દિરા ગાંધી ભવન' 9A, કોટલા રોડ થઈ ગયો છે. 

આ નવા હેડક્વાર્ટરનું નામ 'ઇન્દિરા ભવન' રાખવામાં આવ્યું છે, પરંતુ આ પહેલા કેટલાક કાર્યકરોએ ત્યાં 'સરદાર મનમોહન સિંહ ભવન'ના પોસ્ટર લગાવી દીધા હતા. જેના કારણે નવા હેડક્વાર્ટરના નામ અંગે નવો વિવાદ ઉભો થયો છે.

કોંગ્રેસના નેતા અનિલ શાસ્ત્રીએ કહ્યું કે 2009 માં જ્યારે મનમોહન સિંહ પીએમ હતા ત્યારે આ ઇમારતનું નામ ઇન્દિરા ભવન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ભાજપના પ્રચારનું બીજું એક ઉદાહરણ છે. આ ઉપરાંત, નવા કોંગ્રેસ હેડક્વાર્ટરમાં પ્રિયંકા ગાંધીની ભૂમિકા અંગે રાજીવ શુક્લાએ કહ્યું કે બધું પ્રિયંકા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે, આ સાચું છે. તેમણે આ ઓફિસમાં બધું જ ફાઇનલ કરી દીધું છે. ગાંધી પરિવારના વિરોધી અને કોંગ્રેસ છોડી ગયેલા ગુલામ નબી આઝાદ જેવા નેતાઓની તસવીર પર તેમણે કહ્યું કે હા, આ સાચું છે. અમે ઈમારતમાં ફોટોગ્રાફ્સ દ્વારા કોંગ્રેસનો ઇતિહાસ દર્શાવ્યો છે. અમે નાના હૃદયથી કામ કરતા નથી.