કોરોનાની નવી લહેર! હોંગકોંગથી માંડી સિંગાપોર સુધી કોરોનાના કેસ વધ્યા
May 16, 2025

હોંગકોંગ : આખી દુનિયામાં કોરાનાથી હાહાકાર મચ્યા બાદ હવે કોરોનાએ એકવાર ફરી એન્ટ્રી લઈ લીધી છે. એશિયાના હોંગકોંગ અને સિંગાપુરમાં કોરોનાના નવા કેસ સામે આવ્યા છે. હોંગકોંગ અને સિંગાપુરમાં સ્વાસ્થ્ય અધિકારીઓએ ચેતવણી આપી કે, એશિયામાં કોવિડ-19ની લહેર ફરી ફેલાવાના કારણે કોવિડ-19ના મામલા ઝડપથી આગળ વધી રહ્યા છે.
હોંગકોંગમાં વાયરસનો પ્રકોપ ઘણો વધ્યો છે, શહેરના સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શન ખાતે ચેપી રોગ શાખાના પ્રમુખ આલ્બર્ટ ઔએ આ અઠવાડિયે સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, કોવિડ-19ના પોઝિટિવ કેસોની ટકાવારી એક વર્ષમાં સૌથી હાઇ સ્તરે પહોંચી ગઈ છે.
કેન્દ્રના આંકડાથી જાણવા મળે છે કે, 3 મે સુધી અઠવાડિયામાં 31 ગંભીર કેસ નોંધાયા છે, જે ગત એક વર્ષમાં સૌથી વધારે છે. આંકડાથી જાણ થાય છે કે, મોત સહિત ગંભીર મામલામાં ચિંતાજનક વધારો થયો છે, જે લગભગ એક વર્ષના પીક પોઇન્ટ પર પહોંચી ગઈ છે. 3 મે સુધી ખતમ થયેલા અઠવાડિયામાં 31 નવા કેસ સામે આવ્યા છે.
જોકે, સંક્રમણનો આ આંકડો છેલ્લા બે વર્ષમાં જોવા મળેલા સંક્રમણના પીક પોઇન્ટ સાથે મેળ નથી ખાતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વાયરસ સંબંધિત બીમારીને કારણે 70 લાખથી વધુ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Related Articles
સિંગાપોર-હોંગકોંગમાં એક અઠવાડિયામાં કોરોના સંક્રમણમાં 28 ટકાનો વધારો, અમેરિકામાં પણ નોંધાયા કેસ
સિંગાપોર-હોંગકોંગમાં એક અઠવાડિયામાં કોરો...
May 17, 2025
આખરે પાકિસ્તાનના PM એ સ્વીકાર્યું, ઓપરેશન સિંદૂરમાં નૂર ખાન એર બેઝને થયું હતું નુકસાન
આખરે પાકિસ્તાનના PM એ સ્વીકાર્યું, ઓપરેશ...
May 17, 2025
ટ્રમ્પની ગોળ ગોળ વાતો... પહેલા કહ્યું ભારતે ઝીરો ટેરિફની ઓફર કરી અને હવે કહ્યું - મને ડીલ અંગે....
ટ્રમ્પની ગોળ ગોળ વાતો... પહેલા કહ્યું ભા...
May 17, 2025
હવે અમેરિકાથી ભારત પૈસા મોકલવા પડશે મોંઘા, ડોનાલ્ડ ટ્રમ્પ લાવ્યા નવો નિયમ
હવે અમેરિકાથી ભારત પૈસા મોકલવા પડશે મોંઘ...
May 17, 2025
અમેરિકામાં પ્રવાસીઓના દેશનિકાલ પર સુપ્રીમનો સ્ટે
અમેરિકામાં પ્રવાસીઓના દેશનિકાલ પર સુપ્રી...
May 17, 2025
ટ્રમ્પ અને મેલેનિયા અંગે વધુ એક અફવા ફેલાઈ, વ્હાઇટ હાઉસે કરવી પડી સ્પષ્ટતા
ટ્રમ્પ અને મેલેનિયા અંગે વધુ એક અફવા ફેલ...
May 16, 2025
Trending NEWS

17 May, 2025

17 May, 2025

17 May, 2025