દિવાળી તો માદરે વતનમાં જ: સુરત રેલવે સ્ટેશન પર વતન જવા પરપ્રાંતિયોની લાગી લાઈનો

October 18, 2024

દિવાળી જેવો મોટો તહેવાર હોય તો પરિવાર સાથે ઉજવવાની મજા જ કંઈક અલગ હોય છે અને એટલે જ આ દરમિયાન લોકો વતનની વાટ પકડે છે. સુરતમાં પણ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. મોટે ભાગે દિવાળીના એક બે દિવસ પહેલા રેલવે સ્ટેશન પર જેવી ભીડ હોય છે તેવી ભીડ આ વખતે થોડી વહેલી જોવા મળી. અંતિમ સમયમાં હાલાકી વેઠવી ન પડે તે માટે લોકો આ વર્ષે વહેલીતકે જ વતન જવા લાગ્યા છે. 

સુરત આમતો મિનિ ભારત કહેવાય છે. અહીં ધંધા રોજગાર માટે વસવાટ કરતા પરપ્રાંતિઓની સંખ્યા બહોળા પ્રમાણમાં છે. ત્યારે ઉધના રેલવે સ્ટેશન પર આજે (18મી ઓક્ટોબર) વહેલી સવારે 5 વાગ્યાથી જ મુસાફરોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળી. લોકોએ વતન જવા માટે ટ્રેન પકડવા વહેલી સવારથી જ લાઈનમાં ઊભા રહી ગયા હતા.