Breaking News :
અમેરિકાના કેલિફોર્નિયામાં બોગસ વોટિંગ મામલે બે ભારતીય નાગરિકો સહત 28 ગ્રીન કાર્ડધારકો સામે ફોજદારી કેસ ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીમાં લાખો ભક્તોનું ઘોડાપૂર, રસ્તાઓ પર ઘીની નદીઓ વહી દિલ્હીના દ્વારકામાં આજે 221 ફૂટ રાવણ દહન, રાષ્ટ્રપતિ મુર્મૂ અને PM મોદી સહિત દિગ્ગજો હાજર રહેશે પાલનપુર-ડીસા હાઈવે પર અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતાં પતિ-પત્ની સહિત ત્રણના મોત, ચાલક ફરાર દિલ્હીમાં SIR વિરોધમાં CJPને ઝટકો, આશુતોષ રાંકા અને સૌરવ દાસની કસ્ટડી વધી, કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાયો અલ્બાનિયાની તિરાનામાં વડાપ્રધાન એડી રામાની સામે લોકોનો આક્રોશ ફાટ્યો, સુપ્રીમ કોર્ટ સળગાવી, મંત્રાલયોમાં તોડફોડ કરી

યુક્રેનનો રશિયન એરબેઝ પર ડ્રોન હુમલો, 40 બોમ્બર વિમાનોને તોડી પાડવાનો દાવો

June 02, 2025

યુક્રેને રશિયાના બે મહત્વપૂર્ણ હવાઈ મથકો ઓલેન્યા અને બેલાયા પર હુમલો કર્યો છે. યુક્રેનિયન સેનાએ આ હુમલામાં ડ્રોનનો ઉપયોગ કર્યો છે. માહિતી સામે આવી છે કે, જે હવાઈ મથકોને નિશાન બનાવવામાં આવ્યા છે તે રશિયા-યુક્રેન સરહદની અંદર સ્થિત છે. યુક્રેનિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુક્રેનિયન સેના દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો હતો. યુક્રેને ખાસ કરીને તે હવાઈ મથકને નિશાન બનાવ્યું છે જેનો ઉપયોગ રશિયા બોમ્બમારો કરવા માટે કરી રહ્યું હતું.

યુક્રેને કહ્યું છે કે તેણે રશિયાની અંદર સ્થિત અનેક હવાઈ મથકો પર ડ્રોનથી હુમલો કર્યો છે જેમાં 40થી વધુ રશિયન બોમ્બરા વિમાનનો નાશ કર્યો છે. જેનો ઉપયોગ રશિયા યુક્રેન પર બોમ્બમારો કરવા માટે કરી રહ્યું હતું. યુક્રેન કહે છે કે આ એ જ વિમાનો છે જે ઘણીવાર યુક્રેન ઉપર ઉડે છે અને બોમ્બ ફેંકે છે. યુક્રેનની સુરક્ષા સેવા (SBU)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે તેમના ડ્રોન રશિયન ક્ષેત્રમાં ઊંડાણમાં જવા અને Tu-95, Tu-22 અને મોંઘા અને દુર્લભ A-50 જાસૂસી વિમાન જેવા મોટા બોમ્બરોને નુકસાન પહોંચાડવામાં સફળ રહ્યા છે.