આખરે પાકિસ્તાનના PM એ સ્વીકાર્યું, ઓપરેશન સિંદૂરમાં નૂર ખાન એર બેઝને થયું હતું નુકસાન
May 17, 2025

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો. જોકે, પહેલા તો પાકિસ્તાને સ્વીકારવાનો જ ઈનકાર કરી દીધો હતો કે, ભારતના આ હુમલાથી તેને કંઈ નુકસાન થયું છે, પરંતુ બાદમાં પાકિસ્તાથી આવેલા નિવેદનો અને સેનાએ જાહેર કરેલી ફૂટેજથી પાક.ના જૂઠાણાની પોલ ખુલી ગઈ હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કબૂલાત કરી કે, ભારતે પાકિસ્તાન પર મિસાઇલ હુમલા કર્યા હતાં, જેમાં ઘણું નુકસાન થયું છે. આ વીડિયોમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે, 10 મેની વહેલી સવારે આશરે 2:30 વાગ્યે જનરલ સૈયદ અસીમ મુનિરે મને સિક્યોર લાઇન પર ફોન કર્યો અને જણાવ્યું કે, ભારતની બેલેસ્ટિક મિસાઇલે નૂર ખાન એર બેઝ અને અન્ય વિસ્તારો પર હુમલો કર્યો છે... આપણી વાયુસેનાએ પોતાના દેશને બચાવવા માટે સ્વદેશી ટેક્નિકનો ઉપયોગ કર્યો, આ સિવાય તેમણે ચાઇનીઝ જેટ વિમાનો પર આધુનિક ગેઝેટ અને ટેક્નિકનો પણ ઉપયોગ કર્યો.
શુક્રવારે પાકિસ્તાન સ્મારક પર આયોજિત એક સમારોહમાં શાહબાઝ શરીફે આ નિવેદન આપ્યું હતું. ભાજપ નેતા અમીત માલવિયાએ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યો છે. તેમણે કહ્યું કે, આ પ્રકારનો કૉલ ઓપરેશન સિંદૂરની સટીકતા અને સાહસને દર્શાવે છે. અનેકવાર ઈનકાર બાદ પાકિસ્તાની વડાપ્રધાન શરીફે માન્યું કે, ભારતની મિસાઇલે નૂર ખાન એરબેઝ પર હુમલો કર્યો.
શુક્રવારે પાકિસ્તાન સ્મારક પર આયોજિત એક સમારોહમાં શાહબાઝ શરીફે આ નિવેદન આપ્યું હતું. ભાજપ નેતા અમીત માલવિયાએ આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યો છે. તેમણે કહ્યું કે, આ પ્રકારનો કૉલ ઓપરેશન સિંદૂરની સટીકતા અને સાહસને દર્શાવે છે. અનેકવાર ઈનકાર બાદ પાકિસ્તાની વડાપ્રધાન શરીફે માન્યું કે, ભારતની મિસાઇલે નૂર ખાન એરબેઝ પર હુમલો કર્યો.
Related Articles
સિંગાપોર-હોંગકોંગમાં એક અઠવાડિયામાં કોરોના સંક્રમણમાં 28 ટકાનો વધારો, અમેરિકામાં પણ નોંધાયા કેસ
સિંગાપોર-હોંગકોંગમાં એક અઠવાડિયામાં કોરો...
May 17, 2025
ટ્રમ્પની ગોળ ગોળ વાતો... પહેલા કહ્યું ભારતે ઝીરો ટેરિફની ઓફર કરી અને હવે કહ્યું - મને ડીલ અંગે....
ટ્રમ્પની ગોળ ગોળ વાતો... પહેલા કહ્યું ભા...
May 17, 2025
હવે અમેરિકાથી ભારત પૈસા મોકલવા પડશે મોંઘા, ડોનાલ્ડ ટ્રમ્પ લાવ્યા નવો નિયમ
હવે અમેરિકાથી ભારત પૈસા મોકલવા પડશે મોંઘ...
May 17, 2025
અમેરિકામાં પ્રવાસીઓના દેશનિકાલ પર સુપ્રીમનો સ્ટે
અમેરિકામાં પ્રવાસીઓના દેશનિકાલ પર સુપ્રી...
May 17, 2025
ટ્રમ્પ અને મેલેનિયા અંગે વધુ એક અફવા ફેલાઈ, વ્હાઇટ હાઉસે કરવી પડી સ્પષ્ટતા
ટ્રમ્પ અને મેલેનિયા અંગે વધુ એક અફવા ફેલ...
May 16, 2025
ઈઝરાયલનો ગાઝા પર ફરી હુમલો, 93ના મોત, કાટમાળ નીચે અનેક દબાયા
ઈઝરાયલનો ગાઝા પર ફરી હુમલો, 93ના મોત, કા...
May 16, 2025
Trending NEWS

ઓડિશામાં કમોસમી વરસાદનો કહેરઃ વીજળી પડતા 9 લોકોના...
17 May, 2025

ISISના 2 આતંકીઓની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ, 3 લાખ...
17 May, 2025

વડાપ્રધાન મોદીએ નીરજ ચોપરાની પ્રશંસા કરી, કહ્યું,...
17 May, 2025