ઓડિશાના પૂર્વ CM નવીન પટનાયકની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
August 17, 2025

ભુવનેશ્વર : ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી અને બીજુ જનતા દળ (BJD) અધ્યક્ષ નવીન પટનાયકને આજે રવિવારે (17 ઓગસ્ટ) સાંજે 5:15 વાગ્યે ભુવનેશ્વરની SUM અલ્ટીમેટ મેડિકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડિહાઇડ્રેશન અને તબિયત સારી ન રહેતી હોવાથી તેમને તાત્કાલિક તબીબી દેખરેખ હેઠળ લાવવામાં આવ્યા હતા. અગાઉ ડૉકટરોની એક ટીમે તેમના નિવાસસ્થાન 'નવીન નિવાસ'ની મુલાકાત લીધી હતી અને પ્રાથમિક તપાસ કરી હતી.
નવીન પટનાયકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે હોસ્પિટલ દ્વારા જણાવામાં આવ્યું છે કે, 78 વર્ષીય પટનાયકની સ્થિતિ નોર્મલ છે અને ડૉક્ટરની ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. નોંધનીય છે કે, નવીન પટનાયકે તાજેતરમાં મુંબઈની એક હોસ્પિટલમાં સર્વાઇકલ આર્થરાઇટિસની સારવાર માટે કરોડરજ્જુની સર્જરી કરાવી હતી. જેમાં 22 જૂને સર્જરી કરવામાં આવી હતી અને તેમને 7 જુલાઈએ રજા આપવામાં આવી હતી. જ્યારે સારવાર બાદ તેઓ 12 જુલાઈએ ભુવનેશ્વર પાછા ફર્યા હતા.
મુંબઈથી પરત ફર્યા બાદ બીજુ પટનાયક આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર નવીન પટનાયકનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં BJDના કાર્યકરોએ ધ્વજ લહેરાવીને અને "જય જગન્નાથ" ના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું.
Related Articles
બિહારમાં ચૂંટણી પહેલા જ NDAમાં ડખો? બે પક્ષના નેતાઓ સામસામે
બિહારમાં ચૂંટણી પહેલા જ NDAમાં ડખો? બે પ...
Sep 06, 2025
જમ્મુ કાશ્મીરમાં ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તોડી નાંખ્યું: દરગાહમાં શિલાલેખ પરથી અશોક સ્તંભ હટાવાયું
જમ્મુ કાશ્મીરમાં ભીડે રાષ્ટ્રીય ચિહ્ન તો...
Sep 06, 2025
પંજાબના CM ભગવંત માનની તબિયત લથડી, કેબિનેટ બેઠક મોકૂફ, હોસ્પિટલમાં દાખલ
પંજાબના CM ભગવંત માનની તબિયત લથડી, કેબિન...
Sep 05, 2025
પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 21 હજાર લોકોને રેસ્ક્યૂ કરાયા
પૂરના કારણે પંજાબમાં ઠેર ઠેર તારાજી, 21...
Sep 05, 2025
યુક્રેનમાં નિર્દોષોની હત્યા અસ્વીકાર્યઃ UNમાં ભારતની ઝડપથી શાંતિ સ્થાપિત કરવા અપીલ
યુક્રેનમાં નિર્દોષોની હત્યા અસ્વીકાર્યઃ...
Sep 05, 2025
ઉત્તર પ્રદેશમાં સવા કરોડ નકલી મતદારો? વોટર લિસ્ટના AI સરવેમાં મોટો ખુલાસો
ઉત્તર પ્રદેશમાં સવા કરોડ નકલી મતદારો? વો...
Sep 05, 2025
Trending NEWS

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

05 September, 2025

04 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025