બીજાપુરમાં સેનાનું ઓપરેશન, અથડામણમાં કમાન્ડર સહિત ચાર નક્સલી ઠાર
July 27, 2025
કમાન્ડર ઠાર, હથિયારોનો જથ્થો જપ્ત, પોલીસ જવાનો - નક્સલીઓ વચ્ચે સામેસામે ગોળીબાર
છત્તીસગઢ : છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. બે દિવસ ચાલેલી અથડામણમાં જવાનોએ બે મહિલા સહિત 17 લાખના ઈનામી ચાર નક્સલીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ શનિવારે (26 જુલાઈ) સાંજે અથડામણ શરૂ થયા બાદ રવિવારે બપોર સુધીમાં ઓપરેશન પાર પાડી હથિયારોનો જથ્થો પણ જપ્ત કર્યો છે. આ દરમિયાન બંને તરફી સતત બે દિવસ સામેસામે ગોળીબાર થયો હતો. સુરક્ષા દળોને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારના બાસાગુડા અને ગંગલૂર ગામના સરહદી જંગલોમાં નક્સલવાદીઓ હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સર્ચ ઓપરેશન વખતે નક્સલીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો.
ઘટનામાં દક્ષિણ સબ ઝોનલ બ્યૂરોના ચાર નક્સલીઓ ઠાર કરી દેવાયા છે. તેમાં ત્રણ એસીએમ સ્તરના અને એક પાર્ટી કમાન્ડર પણ સામેલ છે. ઘટના સ્થળ પરથી એક સેલ્ફ-લોડિંગ રાઈફલ, એક ઈન્સાસ રાઈફલ, એક લી-એનફીલ્ડ રાઈફલ, એક 12 બોરની બંદૂક, બટ્ટ ગ્રેનેડ લોન્ચર, સિંગલ શૉટ હથિયાર સહિત મોટાપ્રમાણમાં વિસ્ફોટ સામગ્રી અને નક્સલીને લગતો સામાન જપ્ત કર્યો છે.
બીજાપુર પોલીસ અધિક્ષક જિતેન્દ્ર યાદવે કહ્યું કે, જિલ્લાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં નક્સલીઓ હોવાની સૂચના મળ્યા બાદ ડીઆરજી બીજાપુરની ટીમે સર્ચ અભિયાન ચલાવ્યું હતું. શનિવારે પોલીસના જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ વખતે ભારે ગોળીબાર થયો હતો. અથડામણ બાદ ઘટનાસ્થળેથી હથિયારો જથ્થો જપ્ત કરવામાં આવ્યા છે. ઠાર કરાયેલા માઓવાદીમાં 5-5 લાખ ઈનામના ત્રણ અને બે લાખ ઈનામનો એક નક્સલી સામેલ છે.
Related Articles
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026