શાહરુખ ખાનને 9 કરોડ રૂપિયા આપશે સરકાર! મન્નતની માલિકી મુદ્દે થયેલી ભૂલનો ફાયદો
January 27, 2025
બોલિવૂડનો સુપરસ્ટાર શાહરૂખ ખાનનો બંગલો 'મન્નત' ખૂબ આલીશાન છે. તેને લઈને શાહરૂખ ખાન અવારનવાર ચર્ચામાં રહેતો હોય છે. દરરોજ હજારોની સંખ્યામાં ચાહકો તેના બંગલે તેની એક ઝલક મેળવવા આવતા હોય છે. શાહરૂખ પણ તેને નિરાશ કરતો નથી. ચાહકો તેની એક ઝલક મેળવીને ખુશખુશાલ થઇ જાય છે. આ બંગલો તેના માટે ખૂબ ભાગ્શાળી છે તેવું એ ઘણી વખત કઈ ચૂક્યો છે. આ સ્થિતિમાં શાહરૂખ ખાનને આ બંગલાને લઈને કરોડો રૂપિયા મળવાના છે. હકીકતમાં વર્ષ 2019માં શાહરૂખ ખાને 'મન્નત'ના માલિકી હકો મેળવવા માટે 25 ટકા ફી ચૂકવી હતી. તેનો આધાર 27.5 કરોડ રૂપિયા રાખવામાં આવ્યો હતો. પરંતુ આ કિંમત જમીનના આધારે નહી પરંતુ પૂરા બંગલાના આધારે જોવામાં આવી હતી. આ એક ભૂલ હતી. આ અંગે જયારે શાહરૂખના પરિવારને ખબર પડી ત્યારે શાહરૂખની પત્ની ગૌરી ખાને આ બાબતે એક્શન લેતા રીફંડની માંગ કરી હતી. હવે આ મામલે અપડેટ આવ્યું છે. રીપોર્ટ અનુસાર, રાજ્ય સરકાર આ ભૂલના કારણે શાહરૂખ ખાનને તેના બંગલા 'મન્નત' માટે 9 કરોડ રૂપિયા આપશે. જો શાહરૂખના આ બંગલાની વાત કરીએ તો તે બેન્ડ સ્ટેન્ડ બાંદ્રા પશ્ચિમમાં આવેલો છે. આ બંગલો 2446 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે. શાહરૂખે સરકારની નીતિ હેઠળ આ નિર્ણય લીધો હતો અને પોતાના ઘરનાં માલિકીના હકો મેળવવા માટે આ પગલું ભર્યું હતું. જ્યારે શાહરૂખે વર્ષ 2022માં ક્ન્વર્જન ફીની ગણતરી કરી ત્યારે તેને સરકારની આ ભૂલની ખબર પડી હતી. હવે શાહરૂખને સરકારની આ ભૂલ માટે 9 કરોડ રૂપિયા મળશે. જો શાહરૂખની ફિલ્મોની વાત કરીએ તો હાલમાં તેની ફિલ્મો બોક્સ ઓફિસ ધૂમ મચાવી રહી છે.
Related Articles
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ: ફિલ્મ કલાકારોએ આપી શ્રદ્ધાંજલિ, ટૂંક સમયમાં અંતિમ સંસ્કાર
સૂર સામ્રાજ્ઞી આશા ભોસલે અનંતની યાત્રાએ:...
Apr 13, 2026
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય નેતાઓમાં શોકની લહેરã
આશા ભોસલેના નિધનથી સિનેમા જગત અને રાજકીય...
Apr 12, 2026
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલર રિલીઝ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની જુગલબંધી
અક્ષય કુમારની ફિલ્મ 'ભૂત બંગલા'નું ટ્રેલ...
Apr 06, 2026
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો રહ્યો દબદબો
ઓસ્કર 2026: 6 એવોર્ડ્સ જીતીને આ ફિલ્મનો...
Mar 16, 2026
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહી લગ્ન' સંપન્ન! બંનેએ શેર કરી વેડિંગની પહેલી તસવીર
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના 'શાહ...
Feb 26, 2026
Trending NEWS
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25...
30 April, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવત...
30 April, 2026
કેનેડાના માસ શૂટિંગના વિવાદ બાદ OpenAI પર કેસ: Cha...
30 April, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન...
30 April, 2026
શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 927 અને નિફ્ટીમાં 2...
30 April, 2026