ભારત અંગે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, 4 કંપની સામેથી પ્રતિબંધ ઊઠાવ્યા
July 01, 2026
ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર પર અંતિમ મહોર મારવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તે દરમિયાન અમેરિકાએ ભારતીય કંપનીઓને એક મોટી રાહત આપી છે. રશિયા સાથે વેપાર કરવાના કારણે અમેરિકાએ જે ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા હતા, તેમાંથી 4 કંપનીઓને હવે ટ્રેઝરી પ્રતિબંધોની યાદીમાંથી મુક્ત કરવામાં આવી છે. અમેરિકાએ તાજેતરમાં જ પોતાની SDN એટલે કે 'સ્પેશિયલી ડેસિગ્નેટેડ નેશનલ્સ લિસ્ટ' અપડેટ કરીને આ નિર્ણય જાહેર કર્યો છે. હાલમાં જ ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે સંકેત આપ્યા હતા કે બંને દેશો વચ્ચેનો વેપાર કરાર લગભગ પૂરો થઈ ગયો છે અને હવે માત્ર 1 ટકા જેટલું જ કામ બાકી રહ્યું છે.
કઈ 4 ભારતીય કંપનીઓ પરથી પ્રતિબંધો હટાવાયા?
- આરઆરજી એન્જિનિયરિંગ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ (RRG Engineering Technologies Pvt Ltd)
- લોકેશ મશીન્સ લિમિટેડ (Lokesh Machines Limited)
- અમદાવાદ સ્થિત ગેલેક્સી બેરિંગ્સ લિમિટેડ (Galaxy Bearings Ltd)
- શૌર્ય એરોનોટિક્સ પ્રાઇવેટ લિમિટેડ (Shaurya Aeronautics Private Limited)
શું છે આ SDN લિસ્ટ?
SDN યાદી અમેરિકાના OFAC (ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ) વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે છે. આ લિસ્ટમાં એવા વ્યક્તિઓ અથવા કંપનીઓના નામ સામેલ કરવામાં આવે છે જે અમેરિકા દ્વારા પ્રતિબંધિત કરાયેલા દેશોના નિયંત્રણ હેઠળ હોય અથવા તેમના માટે કામ કરતા હોય. એકવાર કોઈ કંપનીનું નામ આ લિસ્ટમાં આવી જાય, પછી અમેરિકાના નાગરિકો કે કંપનીઓ તે પ્રતિબંધિત કંપની સાથે કોઈપણ પ્રકારનો વેપાર કે નાણાકીય લેણદેણ કરી શકતા નથી. આ લિસ્ટને સમય-સમય પર અપડેટ કરવામાં આવે છે.
Related Articles
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર, સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદ...
Sep 22, 2026
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટાની આફત થઈ જશે..', ટ્રમ્પને કોણે ચેતવ્યા?
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટા...
Sep 22, 2026
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપિયન દેશોનું સમર્થન, ન્યૂયોર્કમાં V4 બેઠકથી વધ્યું બળ
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપ...
Sep 22, 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર ફાયરિંગ કરી બંદૂકની અણીએ મંત્રીનું અપહરણ, ટાયરો સળગાવી ચક્કાજામ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026