સપા વિરુદ્ધ દ્વેષપૂર્ણ વલણ ભાજપની અહંકારી વિચારસરણી: માયાવતી

September 19, 2022

લખનૌ : યુપીમાં વિધાનસભાનુ ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થયુ. સમાજવાદી પાર્ટી કાર્યકર્તાઓએ અખિલેશ યાદવના નેતૃત્વમાં પદયાત્રા નીકાળતા સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો પરંતુ લખનૌ પોલીસે સપાની પદયાત્રાને રોકી દીધી. પોલીસના રોકવાના કારણે અખિલેશ યાદવ કાર્યકર્તાઓની સાથે ત્યાં જ ધરણા પર બેસી ગયા અને ભાજપ સરકાર વિરુદ્ધ આકરા પ્રહાર કર્યા. 

સપાની પદયાત્રાને રોકવા અંગે બસપા સુપ્રીમો માયાવતીએ પણ કડક વલણ અપનાવ્યુ. તેમણે ટ્વીટમાં સપાનુ સમર્થન કરતા કહ્યુ કે પ્રતિપક્ષ વિરુદ્ધ દ્વેષપૂર્ણ વલણ અપનાવવુ ભાજપનો અહંકારી વિચાર છે. 

બસપા સુપ્રીમો માયાવતીએ એક બાદ એક બે ટ્વીટ કરી છે. તેમણે પહેલી ટ્વીટમાં લખ્યુ છે કે યુપી વિધાનસભા ચોમાસુ સત્ર પહેલા ભાજપનો દાવો કે પ્રતિપક્ષ અહીં બેરોજગાર છે. આ તેમનો અહંકારી વિચાર અને બિનજવાબદાર વલણને ઉજાગર કરે છે. સરકારના વિચાર જનહિત અને જનકલ્યાણ પ્રત્યે ઈમાનદારી અને વફાદારી સાબિત કરવાના હોવા જોઈએ. માત્ર વિરોધ પક્ષ સામે દ્વેષપૂર્ણ વલણ રાખવાના હોવા જોઈએ નહીં.