Hockey Asia Cup 2025: ચોથી વખત ચેમ્પિયન બન્યું ભારત, સાઉથ કોરિયાને 4-1થી હરાવી વર્લ્ડ કપ માટે કર્યું ક્વોલિફાય
September 08, 2025
હોકી એશિયા કપ 2025ની ફાઇનલ મેચમાં ભારતીય ટીમ સાઉથ કોરિયાને કારમી હાર આપીને ચેમ્પિયન બની ગઇ છે. બિહારના રાજગીર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાયેલી આ મેચમાં ભારતીય હોકી ટીમે સાઉથ કોરિયાને 4-1ના મોટા અંતરથી મ્હાત આપી. આ જીત સાથે જ ભારતીય ટીમે આગામી વર્ષે એટલે કે 2026માં બેલ્જિયમ અને નેધરલેન્ડ્સ દ્વારા સંયુક્ત યજમાનીમાં યોજાનારા વર્લ્ડ કપ માટે ક્વોલિફાઇ કરી લીધું છે. ભારતે ચોથી વખત હોકી એશિયા કપના ટાઇટલ પર કબજો કર્યો છે. આ જીત એટલા માટે પણ ખાસ છે કે ભારતે 5 વખતના ચેમ્પિયન સાઉથ કોરિયાને હાર આપીને આ ટાઇટલ હાંસલ કર્યું છે. અગાઉ 2017માં મલેશિયાને હરાવીને ભારતે હોકી એશિયા કપ જીત્યો હતો. આ ફાઇનલ મેચના પહેલા ક્વોર્ટરની પહેલી જ મિનિટમાં ભારતના સુખજીત સિંહે ગોલ ફટકાર્યો હતો. પહેલો ક્વોર્ટર ખતમ થયા બાદ ભારત 1-0થી આગળ હતું. ત્યાર બાદ બીજા ક્વોર્ટરમાં પણ ભારતે 1 ગોલ ફટકારી 2-0થી લીડ મેળવી હતી. આ દરમિયાન સાઉથ કોરિયાએ અટેકિંગ વ્યૂહનીતિ મુજબ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓ ગોલ મારી શક્યા નહોતા. ત્રીજા ક્વોર્ટરની છેલ્લી મિનિટમાં ભારતે ફરી એક ગોલ ફટકારીને 3-0થી સરસાઇ મેળવી હતી. ચોથા ક્વોર્ટરમાં ભારત અને સાઉથ કોરિયા બંનેએ એક-એક ગોલ ફટકારતા સ્કોર 4-1 પર પહોંચ્યો હતો, પરંતુ ત્યાર બાદ ભારતીય ટીમે ડિફેન્સ કરીને સાઉથ કોરિયાને એક પણ ગોલ ન મારવા દઇને જીત હાંસલ કરી હતી. ભારતે અત્યાર સુધીમાં 2003, 2007, 2017 અને હવે 2025 એમ કુલ ચાર વખત એશિયા કપનું ટાઇટલ પોતાના નામ કર્યું છે. આ ઉપરાંત ટીમ ઇન્ડિયા 1982, 1985, 1989, 1994 અને 2013 એમ કુલ 5 વખત રનર-અપ પણ રહી ચૂકી છે.
Related Articles
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડ...
Oct 03, 2026
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનન...
Oct 03, 2026
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિટોરિયસે T20 ક્રિકેટના ઈતિહાસનો ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિ...
Oct 03, 2026
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહેરાત, 10 ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહે...
Oct 02, 2026
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
Trending NEWS
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય...
09 October, 2026
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકી...
08 October, 2026
કેનેડિયન લેખિકા એન કાર્સનને 2026નો સાહિત્યનો નોબેલ...
08 October, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્...
08 October, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાન...
08 October, 2026
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનુ 75 વર્ષની વ...
08 October, 2026
RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિનાના EMI પણ...
07 October, 2026
દિલ્હી-NCRમાં મોડી રાત્રે ભૂકંપના આંચકા: ઉત્તરાખંડ...
07 October, 2026
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા રાહુલ, પ્રિયંકા...
07 October, 2026
રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધી ધરણાં પર બેઠા: સંસદથી ચ...
06 October, 2026