અમેરિકામાં વાવાઝોડાના કારણે તારાજી: લાખો ઘરોમાં બત્તી ગુલ, 23ના મોત
May 18, 2025

સેંટ લુઇસ : અમેરિકાના મિડવેસ્ટ અને સાઉથ વિસ્તારમાં શુક્રવારે (16 મે) ભારે વાવાઝોડું જોવા મળ્યું હતું. કેંટકી, મિસૌરી અને વર્જીનિયામાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. લાખો ઘરોમાં વીજ કનેક્શન ખોરવાયું હતું. આ સિવાય વાવાઝોડાના કારણે 23થી વધુ લોકોના મોત નિપજ્યા છે અને આ સંખ્યા હજુ વધી શકે છે.
કેંટકીમાં સ્થિતિ સૌથી વધુ ભયાનક રહી. અહીં રાત્રે 11:30 વાગ્યે પહેલું વાવાઝોડાનું એલર્ટ ફોનમાં વાગ્યું હતું. લૉરેલ કાઉન્ટીમાં 9 લોકોના મોત નિપજ્યા છે, જોકે રાજ્યભરમાં કુલ મૃતકોની સંખ્યા 14 સુધી પહોંચી છે. ગવર્નર એન્ડી બેશયરે પણ આ વાતનો સ્વીકાર કર્યો છે કે,આંકડો હજુ ઉપર જઈ શકે છે.
સેંટ લુઇસમાં પણ વાવાઝોડાના કારણે 5 લોકોના મોત નિપજ્યા છે અને 38 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ સિવાય 5 હજારથી વધુ ઘર પ્રભાવિત થયા છે. મેયર કારા સ્પેંસર અનુસાર, શહેરના અનેક ભાગમાં કર્ફ્યુ લાગવવું પડ્યું હતું, જેથી રેસ્ક્યુ ઓપરેશનમાં કોઈ રૂકાવટ ન આવે. હવામાન વિભાગે ક્લેટન વિસ્તારમાં બપોરે 2:30થી 2:50ની વચ્ચે વંટોળ આવવાની પુષ્ટિ કરી છે. જંગલ તરફથી આવતી તેજ હવાઓએ સેંટ લુઇસ પ્રાણીસંગ્રહાલયના બટરફ્લાઇ વ્યવસ્થાની છત ઊડી ગઈ હતી. કર્મચારીઓને ભારે મુશ્કેલી સાથે પતંગિયાને ભેગા કર્યા અને તેમને બાજુના કન્ઝર્વેટરીમાં શિફ્ટ કરવામાં આવ્યા.
આ સિવાય એક સ્થાનિક ચર્ચમાં પણ વાવાઝોડાના કારણે તારાજી સર્જાઈ હતી. ચર્ચની એક મહિલાની કાટમાળમાં દબાઈ જવાના કારણે મોત નિપજ્યું છે. વર્જીનિયામાં પણ બે લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. વળી, શિકાગોમાં સ્થિત હજુ સ્થાયી નથી થઈ. અહીં અચાનક ધૂળનું તોફાન ઉઠ્યું હતું, જેમાં હવામાન વિભાગે ‘ડસ્ટ સ્ટૉર્મ વોર્નિંગ’ના રૂપે વર્ગીકૃત કર્યું. આ પહેલીવાર હતું જ્યારે શહેરમાં આવું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
Related Articles
'સંઘર્ષ વચ્ચે ચીને પાકિસ્તાન માટે કરી હતી ભારતની જાસૂસી..' સંરક્ષણ મંત્રાલય સંબંધિત સંસ્થાના રિપોર્ટમાં દાવો
'સંઘર્ષ વચ્ચે ચીને પાકિસ્તાન માટે કરી હત...
May 19, 2025
પાકિસ્તાન : બલૂચિસ્તાનમાં ભયાનક વિસ્ફોટ-ફાયરિંગ, ચારના મોત, 20ને ઈજા, અનેક બિલ્ડિંગોને નુકસાન
પાકિસ્તાન : બલૂચિસ્તાનમાં ભયાનક વિસ્ફોટ-...
May 19, 2025
અમેરિકામાં ટોર્નેડો વાવાઝોડાનો કહેર, 23થી વધુના મોત, ઘાયલોની સંખ્યા વધી
અમેરિકામાં ટોર્નેડો વાવાઝોડાનો કહેર, 23થ...
May 19, 2025
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનને પ્રોસ્ટેટ કેન્સર થયુ
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનને...
May 19, 2025
લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર સૈફુલ્લાહ પાકિસ્તાનમાં ઠાર, અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર સૈફુલ્લાહ પાકિસ્...
May 18, 2025
ગાઝામાં હોસ્પિટલ-શરણાર્થી કેમ્પ પર બોમ્બ વર્ષા, વધુ 100 મોત
ગાઝામાં હોસ્પિટલ-શરણાર્થી કેમ્પ પર બોમ્બ...
May 18, 2025