વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન નહીં રાખો તો 10 ટકા સેલેરી કપાશે! આ રાજ્યમાં સરકારનો કડક આદેશ
January 13, 2026
તેલંગાણા સરકાર વૃદ્ધ માતા-પિતાના પક્ષમાં એક મહત્ત્વનો કાયદો લાવવા જઈ રહી છે. આ કાયદા હેઠળ વૃદ્ધ માતા-પિતાને તરછોડતા સરકારી કર્મચારીઓના પગારમાં કાપ મુકવામાં આવશે. તેલંગાણા સરકાર એક એવો કાયદો બનાવવા જઈ રહી છે જે હેઠળ એવા સરકારી કર્મચારીઓના પગારમાંથી 10 ટકા કાપ મૂકવામાં આવશે જેઓ પોતાના વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન નથી રાખતા. આ પૈસા માતા-પિતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ સોમવારે કહ્યું કે, વૃદ્ધ માતા-પિતા દ્વારા તેમના પુત્રો સામે કરવામાં આવેલી ફરિયાદોને ગંભીરતાથી લેવી જોઈએ અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે પગારના 10 ટકા સીધા તેમના માતા-પિતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે. સીએમ રેવંત રેડ્ડીએ કહ્યું કે, 'કેટલાક વૃદ્ધ માતા-પિતાને તેમના બાળકો દ્વારા અવગણવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર આગામી બજેટ સત્રમાં એક એવો કાયદો રજૂ કરશે, જે હેઠળ માતા-પિતાને તરછોડતા સરકારી કર્મચારીના પગારમાંથી 10-15 ટકા કાપ મુકવામાં આવશે. આ પૈસા સીધા તેમના માતા-પિતાના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.' મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, 'જે લોકો પોતાના માતા-પિતાનું ધ્યાન નથી રાખતા તે સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નથી નિભાવી રહ્યા. આપણા વડીલો ગૌરવ સાથે જીવન જીવી શકે એ માટે આ માનવતાવાદી પગલું ભરવામાં આવી રહ્યું છે.'
તેમણે દિવ્યાંગ વ્યક્તિઓને રેટ્રોફિટેડ મોટરાઇઝ્ડ વાહનો, બેટરી સંચાલિત ટ્રાઇસાઇકલ, બેટરી સંચાલિત વ્હીલચેર, લેપટોપ, સાંભળવાનું મશીન, મોબાઇલ ફોન અને અન્ય આધુનિક સાધનોનું મફત વિતરણ શરૂ કરતી વખતે આ જાહેરાત કરી હતી. સરકારે આ નવી યોજના માટે 50 કરોડ ફાળવ્યા છે. સરકાર શહેરમાં વરિષ્ઠ નાગરિકો માટે 'પ્રણામ' ડે-કેર સેન્ટરો પણ સ્થાપી રહી છે. તેમણે એવી પણ જાહેરાત કરી છે કે, 2026-2027ના બજેટ પ્રસ્તાવોમાં એક નવી આરોગ્ય નીતિ રજૂ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, સરકાર રાજ્યના બધાને સારી આરોગ્ય સેવા પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે અને તેથી સરકારે આગામી બજેટમાં નવી આરોગ્ય નીતિ રજૂ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે એવી પણ જાહેરાત કે આગામી ચૂંટણીઓમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને કો-ઓપ્શન સભ્યો તરીકે નોમિનેટ કરવામાં આવશે. દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે એક કો-ઓપ્શન સભ્ય પદ ફાળવવામાં આવશે. તેનાથી ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને પોતાની સમસ્યાઓ ઉઠાવવામાં મદદ મળશે.

Related Articles
મકર સંક્રાંતિએ પવિત્ર સ્નાન માટે જતા પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો, 5 લોકોના કરૂણ મોત
મકર સંક્રાંતિએ પવિત્ર સ્નાન માટે જતા પરિ...
Jan 15, 2026
ભારતમાં '10 મિનિટ ડિલિવરી' બંધ, ટાઈમ લિમિટ હટાવવા સરકારનો આદેશ
ભારતમાં '10 મિનિટ ડિલિવરી' બંધ, ટાઈમ લિમ...
Jan 13, 2026
કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળતર આપવું પડે તેવો આદેશ આપીશું: સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળત...
Jan 13, 2026
ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે, 8 આતંકી કેમ્પ રડાર પર: આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી
ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે, 8 આતંકી કેમ્પ...
Jan 13, 2026
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ...
Jan 13, 2026
Trending NEWS
કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળતર આપવું પડ...
13 January, 2026
વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન નહીં રાખો તો 10 ટકા સેલેર...
13 January, 2026
ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે, 8 આતંકી કેમ્પ રડાર પર:...
13 January, 2026
યશની ટોક્સિકનાં ટીઝર સામે કર્ણાટક મહિલા પંચમાં ફરિ...
13 January, 2026
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળ...
13 January, 2026
ભારતના Zen-G રિસ્ક લેવાથી પાછળ ન હટે, સરકાર તમારી...
13 January, 2026
બંગાળમાં નિપાહ વાયરસના 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા,...
13 January, 2026
ટૂંક સમયમાં ક્રુઝ શિપ દિલ્હીની યમુના નદી પર કાર્યર...
13 January, 2026
સિંગર-એકટર પ્રશાંત તમાંગનું ફક્ત 43 વર્ષની વયે નિધ...
12 January, 2026
કોહલીએ વડોદરામાં સર્જ્યો રેકોર્ડ! આંતરરાષ્ટ્રીય ક્...
12 January, 2026