ઠંડીમાં વરસાદ બન્યો આફત, દિલ્હી સહિત ઉત્તર ભારતમાં IMDનું એલર્ટ

January 30, 2023

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને NCRમાં ગઇ કાલે આખી રાત વચ્ચે-વચ્ચે વરસાદ પડ્યો, જેના કારણે ઠંડીમાં વધારો થયો છે. ઉત્તર પ્રદેશ, હરિયાણામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદ થયો છે. વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાયા છે. યુપીમાં ઘણી જગ્યાએ કરા પડ્યા છે, જ્યારે રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં વરસાદ આફત બનીને આવ્યો છે. વરસાદ અને કરા પડતાં પાકને ઘણું નુકસાન થયું છે.

દરમિયાન, હવામાન વિભાગે દિલ્હી, યુપી, હરિયાણા સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં આજે 30 જાન્યુઆરીએ પણ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.IMD અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે હવામાનની ગતિવિધિઓ બદલાઈ રહી છે. ઉત્તર ભારતમાં આજે પણ દિવસ દરમિયાન વચ્ચે-વચ્ચે વરસાદ પડી શકે છે. આવી સ્થિતિમાં તાપમાનમાં ઘટાડા સાથે ફરી એકવાર ઠંડી વધશે.