ઈરાનમાં બેકાબૂ સ્થિતિ, 80 શહેરોમાં દેખાવો, અત્યાર સુધીમાં 26 મોત

September 25, 2022

ઈરાનમાં, 22 વર્ષની કુર્દિશ છોકરીના કસ્ટોડિયલ મૃત્યુને લઈને સરકાર સામે વ્યાપક વિરોધ લગભગ 80 શહેરોમાં ફેલાઈ ગયો છે. મહિલાની પોલીસે કડક હિજાબ કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ ધરપકડ કરી હતી. મહસા અમીનીના મૃત્યુ બાદ સેંકડો વિરોધીઓ શેરીઓમાં ઊતરી આવ્યા હતા,

ઇસ્લામિક શાસન અને દેશના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીને નિશાન બનાવતા સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. દેખાવકારોમાં મોટાભાગની મહિલાઓ હતી. ઈરાનના સરકારી ટેલિવિઝનએ શુક્રવારે જણાવ્યું હતું કે સુરક્ષા દળો સાથેની હિંસક અથડામણમાં મૃત્યુઆંક વધીને 26 થઈ ગયો છે.

અશાંતિ તાજેતરના વર્ષોમાં સૌથી વધુ વ્યાપક હોવાનું કહેવાય છે, જે લગભગ 80 ઈરાનના શહેરોમાં ફેલાઈ છે. મશહાદ, કુચાન, શિરાઝ, તબરીઝ અને કરજમાં દેખાવકારોને કાબૂમાં લેવાના પ્રયાસો દરમિયાન ઓછામાં ઓછા પાંચ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા અને અન્ય કેટલાક ઘાયલ થયા હતા.