સાંજે BJP ઓફિસ જશે PM મોદી, કાર્યકરોમાં જશ્નનો માહોલ
February 08, 2025

દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. જેના આજે એટલે કે 8 ફેબ્રુઆરી, 2025એ રિઝલ્ટ જાહેર થયું હતું. શરૂઆતના રૂઝાનોમાં 10 વર્ષથી દિલ્હીમાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ફટકો પડતો હોવાનું અને ભાજપ સરકાર રચવા તરફ આગળ વધી રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. દિલ્હીની 70માંથી 40 બેઠકો પર ભાજપ શરૂઆતથી જ આગળ ચાલી રહ્યો છે, જ્યારે 30 બેઠકો પર આપ આગળ છે. જ્યારે કોંગ્રેસનું ખાતું પણ ખૂલતું ન હોવાનું રૂઝાનો જણાવી રહ્યા છે. મોટાભાાગના એક્ઝિટ પોલ્સમાં પણ આ વખતે દિલ્હીમાં ભાજપની સરકાર બનવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી.
એવું માનવામાં આવી રહ્યું છે કે, દિલ્હીમાં આપના 10 વર્ષના શાસન દરમિયાન વિકાસ કાર્યો ન થવાથી અને ભ્રષ્ટાચારના આરોપોને કારણે અરવિંદ કેજરીવાલની બ્રાન્ડ ઝાંખી પડી છે. જોકે, દિલ્હીમાં આપને પછડાટ મળવાનું સૌથી મોટું ફેક્ટર તો આપ અને કોંગ્રેસ વચ્ચેનું ગઠબંધન તૂટી ગયું તે હોવાનું કહેવાઈ રહ્યું છે.
વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી વખતે NDAને હરાવવા માટે 26 વિરોધ પક્ષો એક થઈને લડ્યા હતા, પરંતુ દિલ્હીમાં આપ અને કોંગ્રેસે અલગ-અલગ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો અને તેનો ફાયદો ભાજપને મળ્યો હોવાનું રાજકીય વિશ્લેષકોનું માનવું છે. આપ અને કોંગ્રેસ બંનેએ 70 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા, જેના કારણે ભાજપને પસંદ ન કરનારા મતદારો વહેંચાઈ ગયા.આ ઉપરાંત બીએસપી, લેફ્ટ, AIMIM, આઝાદ સમાજ પાર્ટી અને એનસપી પણ દિલ્હીની ચૂંટણીમાં ઝંપલાવી આપની મુશ્કેલી વધારી દીધી હતી.
Related Articles
પાસપોર્ટ અરજી કરવા માગતા લોકો માટે મહત્ત્વના સમાચાર, આ દસ્તાવેજો ફરજિયાત રજૂ કરવા પડશે
પાસપોર્ટ અરજી કરવા માગતા લોકો માટે મહત્ત...
Mar 11, 2025
આ બૅન્કના શેરમાં એક ઝાટકે 25%નો કડાકો, હિસાબમાં ગોટાળાનો આરોપ
આ બૅન્કના શેરમાં એક ઝાટકે 25%નો કડાકો, હ...
Mar 11, 2025
દુનિયાના ટોપ-20 પ્રદૂષિત શહેરોમાં 11 ભારતના, આ શહેર તો દિલ્હીથી પણ આગળ
દુનિયાના ટોપ-20 પ્રદૂષિત શહેરોમાં 11 ભાર...
Mar 11, 2025
બિહારમાં તનિષ્ક જ્વેલરી શૉ રૂમમાં 20 જ મિનિટમાં 25 કરોડથી વધુના દાગીનાની લૂંટ
બિહારમાં તનિષ્ક જ્વેલરી શૉ રૂમમાં 20 જ મ...
Mar 11, 2025
વાધવન બંદરને લઈને સરકારે કરી મોટી જાહેરાત, '2030 સુધીમાં થશે કાર્યરત'
વાધવન બંદરને લઈને સરકારે કરી મોટી જાહેરા...
Mar 11, 2025
ભૂપેશ બઘેલના ઘરની બહાર નીકળતા ED અધિકારીઓ પર સમર્થકોએ ફેંક્યા પથ્થરો
ભૂપેશ બઘેલના ઘરની બહાર નીકળતા ED અધિકારી...
Mar 11, 2025
Trending NEWS

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

11 March, 2025

10 March, 2025

10 March, 2025