ઇઝરાયલે ઇરાનના તેલ ડિપો, ગેસ રિફાઇનરી,ન્યુક્લિઅર પ્લાન્ટ પર મિસાઈલ એટેક કર્યો
June 16, 2025

ઇઝરાયલ અને ઈરાને એકબીજાના વિસ્તારોમાં મિસાઇલોથી બોમ્બમારો કર્યો છે. રાતથી બંને તરફથી સતત હવાઈ હુમલાઓ ચાલુ છે. ઇઝરાયલે ઈરાનના સંરક્ષણ મંત્રાલયને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે. ઈરાનના ઘણા મોટા તેલ ડેપો અને ગેસ રિફાઇનરીઓ પર મિસાઇલો છોડવામાં આવી છે. ઇઝરાયલ અને ઈરાનમાં સવારની શરૂઆત સાયરનના અવાજથી થઈ હતી.
જેરુસલેમ અને તેલ અવીવ જેવા મોટા શહેરોમાં સતત સાયરન વાગી રહ્યા છે. ઈરાન સતત તેલ અવીવ પર હુમલો કરી રહ્યું છે. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈરાન પર હુમલાઓ વધુ તીવ્ર બનાવવાની વાત કરી છે. રવિવારે રાત્રે ઈરાનની રાજધાની તેહરાનમાં રહેણાંક ગગનચુંબી ઈમારત પર ઈઝરાયલી હુમલામાં 29 બાળકો સહિત 60 લોકો માર્યા ગયા છે.
ઇઝરાયલ સંપૂર્ણ આયોજન સાથે ઈરાનની કરોડરજ્જુ પર હુમલો કરી રહ્યું છે. પહેલા ઈરાનના ઘણા પરમાણુ પ્લાન્ટ પર હુમલો કર્યા પછી, તે હવે ઈરાનના તેલ ડેપો અને ગેસ રિફાઇનરીઓને નિશાન બનાવી રહ્યું છે. રાજધાની તેહરાન નજીક શહરાન તેલ ડેપોને નિશાન બનાવવામાં આવ્યો છે. અગાઉ બુશેહર શહેર નજીક એક ગેસ ક્ષેત્ર અને અબાદાનમાં એક તેલ રિફાઇનરી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. ઈરાનના એક બંદર પર પણ હુમલો થયાના સમાચાર છે.
Related Articles
ગેરકાયદે ઇમિગ્રન્ટની આડેધડ ધરપકડ કરવા સામે ફેડરલ જજનો સ્ટે
ગેરકાયદે ઇમિગ્રન્ટની આડેધડ ધરપકડ કરવા સા...
Jul 13, 2025
અભિનેત્રીએ 119ના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કરતા ટ્રમ્પે નાગરિકતા રદ કરવાની ધમકી આપી
અભિનેત્રીએ 119ના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત ક...
Jul 13, 2025
લાલ સાગરમાં હુથી બળવાખોરોએ 1 અઠવાડિયામાં 2 જહાજ ડૂબાડ્યાં
લાલ સાગરમાં હુથી બળવાખોરોએ 1 અઠવાડિયામાં...
Jul 13, 2025
રશિયાના સૌથી મોટા હુમલાથી યુક્રેન ધણધણી ઉઠ્યું, 600 ડ્રોનથી તબાહી
રશિયાના સૌથી મોટા હુમલાથી યુક્રેન ધણધણી...
Jul 12, 2025
સહાય કેન્દ્રો નજીક ભોજન-પાણી માટે વલખાં મારતાં 798 લોકોનાં મોત, ગાઝા અંગે ચોંકાવનારો રિપોર્ટ
સહાય કેન્દ્રો નજીક ભોજન-પાણી માટે વલખાં...
Jul 12, 2025
BAAM ઓપરેશન હેઠળ 50 પાકિસ્તાની સૈનિકોના મોત, ISI ના 9 એજન્ટ ઠાર, બલોચ બળવાખોરોનો મોટો દાવો
BAAM ઓપરેશન હેઠળ 50 પાકિસ્તાની સૈનિકોના...
Jul 12, 2025
Trending NEWS

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025
12 July, 2025
12 July, 2025