ટ્રમ્પની ધમકી બાદ ઈઝરાયલ વધુ આક્રમક બન્યું, ઈરાનના પરમાણુ ઠેકાણા પર ફરી હુમલો
June 13, 2025
ઈઝરાયલે ફરી ઈરાનના પરમાણુ સ્થળો પર ફેક્યા બોમ્બ
મધ્ય પૂર્વમાં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. એક બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાન કડક ચેતવણી આપી છે, તો બીજી બાજુ એવું કહેવાય છે કે, ઈઝરાયલે ફરી ઈરાન પર હુમલો શરુ કર્યો છે. ઈરાની મીડિયાના જણાવ્યા પ્રમાણે ઈઝરાયલ સેનાએ ફરી ન્યૂક્લિયર સાઈટ પર હુમલો શરુ કરી દીધો છે.
એવું કહેવાય છે કે, ઈઝરાયલે શિરાઝ અને તબરીઝ શહેરોની સાથે સાથે નતાંઝ ન્યૂક્લિયર સાઈટ પર ફરીથી હુમલા શરુ કરી દીધા છે. આ પહેલા ઈઝરાયેલી સૈન્ય પ્રવક્તા બ્રિગેડિયર જનરલ એડી ડેફ્રિને કહ્યું કે, ઈઝરાયલી હુમલામાં ઈરાનના મુખ્ય ન્યૂ્ક્લિયર સાઈટને ખૂબ જ નુકસાન પહોચ્યું છે. આ અભિયાન ઘણુ લાંબુ થઈ શકે છે, જેનો સંકેત સ્પષ્ટ છે કે, ઈઝરાયલ અટકવાનું નથી અને તે હજુ ઈરાન પર હુમલા કરશે.
ઈઝરાયલે શુક્રવારે વહેલી સવારે ઈરાનના પરમાણુ સ્થળ અને સૈન્ય વિસ્તારમાં હુમલા કરવા માટે ઓપરેશન રાઈઝિંગ લાયન શરુ કર્યું છે. આ હુમલામાં ઘણા અગ્રણી ઈરાની લશ્કરી કમાન્ડરો અને પરમાણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા હતા. નેતન્યાહૂએ કહ્યું, 'અમે એક સફળ શરુઆતી હુમલો કર્યો છે. ભગવાનની મદદથી અમે હજુ ઘણી સિદ્ધિઓ મેળવવા જઈ રહ્યા છીએ.'
નેતન્યાહૂએ દાવો કર્યો, 'અમે ઈરાનના પરમાણુ હથિયાર કાર્યક્રમના કેન્દ્ર પર હુમલો કર્યો છે. અમે નાતાન્ઝમાં ઈરાનના મુખ્ય સંવર્ધન સુવિધાને નિશાન બનાવ્યું છે. અમે ઈરાનના (પરમાણુ) બોમ્બ પર કામ કરી રહેલા અગ્રણી પરમાણુ વૈજ્ઞાનિકોને નિશાન બનાવ્યા છે. અમે ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમના કેન્દ્ર પર પણ હુમલો કર્યો છે.'
Related Articles
અમેરિકાની ચાબહાર પોર્ટ, અણુ મથક સહિત 90 સ્થળે સ્ટ્રાઇક
અમેરિકાની ચાબહાર પોર્ટ, અણુ મથક સહિત 90...
Jul 10, 2026
ઈરાનના બુશહરમાં ફરી ધડાકા, ટ્રમ્પ-નેતન્યાહૂએ કરી ટેલિફોનિક વાતચીત
ઈરાનના બુશહરમાં ફરી ધડાકા, ટ્રમ્પ-નેતન્ય...
Jul 10, 2026
AIની વિશ્વના ટેક સેક્ટર પર અસર, 2026માં 1,20,000ની છટણી
AIની વિશ્વના ટેક સેક્ટર પર અસર, 2026માં...
Jul 10, 2026
'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી...', ઈરાન પર ભડક્યા ટ્રમ્પ, દુનિયાના ધબકારા વધ્યાં
'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી....
Jul 08, 2026
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ...
Jul 07, 2026
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિંગમાં 58ના મોત
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિં...
Jul 05, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026