જમ્મુ-કાશ્મીર: કુપવાડામાં સુરક્ષાદળોએ 2 આતંકવાદીઓને કર્યા ઠાર

September 25, 2022

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જવાનોને તેમની પાસેથી 2 AK-47, બે પિસ્તોલ અને ચાર હેન્ડગ્રેનેડ મળી આવ્યા છે. જોકે, હજુ સુધી આતંકવાદીઓની ઓળખ નથી થઈ શકી. વિસ્તારમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન ચાલું છે. 

કુપવાડામાં ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે આ એનકાઉન્ટર કુપવાડાના માછિલ વિસ્તારમાં એલઓસી ટેકરી નાર ખાતે કરવામાં આવી છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ હજુ સુધી નથી થઈ શકી. જવાનોએ તેમની પાસેથી બે એકે-47, બે પિસ્તોલ અને ચાર હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ જાણકારી આપી છે.