શ્રીનગરમાં કાતિલ ઠંડીએ તોડ્યો રેકોર્ડ, -8.5 ડિગ્રી તાપમાન પહોંચ્યું, દલ સરોવર પણ થીજી ગયું
December 21, 2024
સમગ્ર ઉત્તર ભારતમાં આ દિવસોમાં ભારે ઠંડી પડી રહી છે. રાજધાની દિલ્હીથી લઈને કાશ્મીર સુધી વાતાવરણમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જેમાં આ સિઝનની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત શ્રીનગરમાં નોંધાઈ હતી. જેમાં તાપમાન -8.5 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી જતાં શહેરમાં કડકડતી ઠંડી પડી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શ્રીનગરમાં ડિસેમ્બર મહિના દરમિયાન ઇતિહાસમાં અત્યાર સુધીનું ત્રીજું સૌથી નીચું તાપમાન રહ્યું હતું.
દક્ષિણ કાશ્મીરમાં શોપિયાં મેદાનોમાં સૌથી ઠંડો વિસ્તાર હતો, જ્યાં લઘુત્તમ તાપમાન -10.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અનંતનાગ શહેરમાં -9.9 ડિગ્રી સેલ્સિયસ અને પુલવામા શહેરમાં પણ લઘુત્તમ તાપમાન -9.5 ડિગ્રી સેલ્સિયસ સાથે ઠંડી રાત નોંધાઈ હતી, જ્યારે લાર્નુમાં - 9.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આગામી દિવસોમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, ચંદીગઢ સહિત અનેક રાજ્યોમાં કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવી છે.
કાશ્મીરમાં ઝોજિલા સૌથી ઠંડું સ્થળ હતું, જ્યાં લઘુત્તમ તાપમાન -24.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પ્રવાસન સ્થળ પહેલગામમાં લઘુત્તમ તાપમાન -8.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ન્યોમા લદ્દાખ ક્ષેત્રમાં -24 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે દ્રાસમાં રાત્રિનું તાપમાન -14.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજધાની લેહમાં તાપમાન -11.8 ડિગ્રી સેલ્સિયસ હતું, જ્યારે કારગીલમાં પણ લઘુત્તમ તાપમાન -13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
Related Articles
વડાપ્રધાન અને ગૃહમંત્રી રાજીનામું આપે: PM આવાસ નજીક ધરણાં પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
વડાપ્રધાન અને ગૃહમંત્રી રાજીનામું આપે: P...
Jul 21, 2026
રામ મંદિર દાન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટનો SITની પુનઃરચનાનો આદેશ, કહ્યું- રાજકારણ ના કરશો
રામ મંદિર દાન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટન...
Jul 20, 2026
સરકારી હોસ્પિટલમાં જ રહેશે સોનમ વાંગચુક, દિલ્હી હાઈકોર્ટે પત્નીની માંગને ફગાવી
સરકારી હોસ્પિટલમાં જ રહેશે સોનમ વાંગચુક,...
Jul 19, 2026
નાગાલેન્ડમાં કુદરતનો પ્રકોપ: ભૂસ્ખલનમાં 8ના મોત
નાગાલેન્ડમાં કુદરતનો પ્રકોપ: ભૂસ્ખલનમાં...
Jul 19, 2026
લોકસભા સ્પીકરે ચોમાસુ સત્ર પહેલા બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠક બોલાવી
લોકસભા સ્પીકરે ચોમાસુ સત્ર પહેલા બિઝનેસ...
Jul 19, 2026
ભારતનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ 'વિક્રમ-1' શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ
ભારતનું પહેલું પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ 'વ...
Jul 18, 2026
Trending NEWS
19 July, 2026
19 July, 2026
19 July, 2026
19 July, 2026
19 July, 2026
19 July, 2026
18 July, 2026
18 July, 2026
18 July, 2026
18 July, 2026