કેજરીવાલ-સિસોદિયા મુશ્કેલીમાં! લીકર કૌભાંડમાં મની લોન્ડરિંગનો કેસ ચાલશે, ગૃહ મંત્રાલયની EDને મંજૂરી
January 15, 2025
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હીમાં લીકર કૌભાંડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડ્રિંગ મામલે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પર કેસ ચલાવવા માટે ઈડીને મંજૂરી આપી દીધી છે. આ પહેલાં દિલ્હી એલજી વિનય કુમાર સક્સેનાએ અરવિંદ કેજરીવાલ પર કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. ગત વર્ષે નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, ઈડીને સરકારી કર્મચારીઓ પર કેસ ચલાવતા પહેલાં મંજૂરી લેવાની રહેશે.
અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે, મારી અને અન્યની સામે ઈડીની ચાર્જશીટ ગેરકાયદેસર છે. કારણકે, ફરિયાદ નોંધતા પહેલા અધિકારીઓએ પૂર્વ પરવાનગી નહતી લીધી. ડિસેમ્બર 2024માં ઈડીએ એલજીને પત્ર લખીને કેસ ચલાવવા માટે મંજૂરીની માંગ કરી હતી. જેમાં લીકર કૌભાંડ મામલે કેજરીવાલ 'કિંગપિન અને પ્રમુખ ષડયંત્રકાર' જણાવવામાં આવ્યું હતું.
તાજેતરમાં, દિલ્હી હાઈકોર્ટે વિધાનસભામાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) રિપોર્ટ પર ચર્ચામાં મોડું થતા આમ આદમી પાર્ટીના નેતૃત્વવાળી દિલ્હી સરકારને ઠપકો આપ્યો હતો. જસ્ટિસ સચિન દત્તાની સિંગલ-જજ બેન્ચે કહ્યું કે, CAG રિપોર્ટ ગૃહમાં રજૂ ન કરવો પડે, તેથી દિલ્હી સરકારે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાનું બંધ કરી દીધું છે.
ભાજપે CAG રિપોર્ટને ટાંકીને દાવો કર્યો કે, લીકર કૌભાંડથી દિલ્હીને 2026 કરોડ રૂપિયા મહેસૂલનું નુકસાન થયું હતું. ભાજપે દાવો કર્યો કે, દિલ્હી લીકર કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતાઓને લાંચ મળી છે.
દિલ્હી હાઈકોર્ટે આમ આદમી પાર્ટી સરકારને ફટકાર લગાવતા કહ્યું કે, CAG રિપોર્ટ પર જે પ્રકારે તમે તમારા પગ પાછા ખેંચી લીધા છે, તેનાથી તમારી પ્રામાણિકતા પર શંકા ઊભી થાય છે. હાઈકોર્ટે આગળ ભાર આપતા કહ્યું કે, રિપોર્ટ તુરંત સ્પીકરને મોકલવો જોઈતો હતો અને તેના પર ગૃહમાં ચર્ચા શરૂ થવી જોઈતી હતી.
17 નવેમ્બર, 2021ને દિલ્હીની કેજરીવાલ સરકારે એક્સાઇઝ પોલિસી 2021-22 ને લાગુ કરી. નવી પોલિસી હેઠળ, દારૂના વેપારથી સરકાર બહાર આવી ગઈ અને બધી દુકાન ખાનગી હાથમાં જતી રહી. દિલ્હી સરકારનો દાવો હતો કે, નવી લીકર નીતિથી માફિયા રાજ ખતમ થશે અને સરકારના મહેસૂલમાં વધારો થશે. જોકે, આ નીતિ શરૂથી વિવાદમાં રહી અને જ્યારે હોબાળો વધ્યો તો 28 જુલાઈ 2022ને સરકારે રદ્દ કરી દીધી. કથિત લીકર કૌભાંડનો ખુલાસો 8 જુલાઈ, 2022ને દિલ્હીના તત્કાલિન મુખ્ય સચિન નરેશ કુમારના રિપોર્ટથી થયો હતો. આ રિપોર્ટમાં તેઓએ મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણાં મોટા નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા. દિલ્હીના એલજી વી.કે સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી. આ રિપોર્ટમાં તેઓએ મનીષ સિસોદિયા સહિત આમ આદમી પાર્ટીના ઘણાં મોટા નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યા. દિલ્હીના એલજી વી.કે સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી. ત્યારબાદ સીબીઆઈએ 17 ઓગસ્ટ, 2022ના દિવસે ગુનો નોંધાયો. તેમાં પૈસાની હેરાફેરીનો આરોપ લગાવ્યો હતો, તેથી મની લોન્ડ્રિંગની તપાસ માટે ઈડીએ પણ કેસ નોંધ્યો હતો.મુખ્ય સચિવે પોતાના રિપોર્ટમાં મનીષ સિસોદિયા પર ખોટી રીતે લીકર કૌભાંડ કરવાનો આરોપ લગાવ્યો હતો. મનીષ સિસોદિયા પાસે આબકારી વિભાગ હતો. આરોપ લગાવવામાં આવ્યો કે, આ નીતિ દ્વારા લાઇસન્સ ધારકો લીકર કારોબારીઓને અનુચિત લાભ પહોંચાડવામાં આવ્યો. રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો કે, કોવિડનું બહાનું બનાવીને મનમાની રીતે 144.36 કરોડ રૂપિયાની લાઇસન્સ ફી માફ કરી દીધી. એરપોર્ટ જોનના લાઇસન્સ ધારકોએ પણ 30 કરોડ પરત કરી દીધાં. જો કે, આ રકમ જપ્ત કરવાની હતી.
Related Articles
'RSS પ્રમુખનું નિવેદન રાજદ્રોહ સમાન, કોઈ અન્ય દેશમાં હોત તો ધરપકડ થઇ હોત': રાહુલ ગાંધી
'RSS પ્રમુખનું નિવેદન રાજદ્રોહ સમાન, કોઈ...
મધ્ય પ્રદેશમાં ટિકિટનો વાયદો કરી ભાજપ નેતાનું મહિલા સાથે દુષ્કર્મ, ધરપકડ થતા પક્ષમાંથી હકાલપટ્ટી
મધ્ય પ્રદેશમાં ટિકિટનો વાયદો કરી ભાજપ ને...
Jan 15, 2025
47 વર્ષે કોંગ્રેસનું ઠેકાણું બદલાયું, સોનિયા ગાંધીના હસ્તે નવા હેડક્વાર્ટર 'ઈન્દિરા ભવન'નું ઉદઘાટન
47 વર્ષે કોંગ્રેસનું ઠેકાણું બદલાયું, સો...
Jan 15, 2025
ટ્રમ્પ નવો 'વસૂલી' વિભાગ બનાવશે, ભારત-કેનેડા-ચીન જેવા દેશો ટેન્શનમાં! ટૂંક સમયમાં થશે જાહેરાત
ટ્રમ્પ નવો 'વસૂલી' વિભાગ બનાવશે, ભારત-કે...
Jan 15, 2025
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં રહસ્યમય બીમારી ફેલાઈ, મહિનામાં 11 બાળક સહિત 14નાં મોતથી હડકંપ
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં રહસ્યમય બીમારી...
Jan 15, 2025
કર્ણાટક કોંગ્રેસમાં ડખાં! સિદ્ધારમૈયાના અઢી વર્ષ પૂરા થતાં નવા મુખ્યમંત્રી માટે ગરમાયું રાજકારણ
કર્ણાટક કોંગ્રેસમાં ડખાં! સિદ્ધારમૈયાના...
Jan 15, 2025
Trending NEWS
13 January, 2025
13 January, 2025
13 January, 2025
13 January, 2025
13 January, 2025
13 January, 2025
13 January, 2025
13 January, 2025
13 January, 2025
13 January, 2025
Jan 15, 2025