લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર સૈફુલ્લાહ પાકિસ્તાનમાં ઠાર, અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
May 18, 2025

સિંધ- આતંકવાદીઓને પોષતા પાકિસ્તાનમાં એક બાદ એક આતંકવાદીઓની હત્યા કરાઈ રહી છે. હવે અહેવાલો દાવો કરી રહ્યા છે કે, લશ્કર-એ-તૈયબાના વધુ એક ટોચના કમાન્ડરને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા મારી નાખવામાં આવ્યો છે.
પાકિસ્તાનના સિંધ પ્રાંતના મતલી ફલકારા ચોક વિસ્તારમાં લશ્કર-એ-તૈયબા અને જમાતના નેતા રજુલ્લાહ નિઝામની ઉર્ફે અબુ સૈફુલ્લાહની હત્યા કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં અજાણ્યા હુમલાખોરોએ લશ્કર કમાન્ડરને ધોળા દિવસે ગોળીઓથી મરાવી દીધો હતો.
રજુલ્લાહ નિઝામની ઉર્ફે અબુ સૈફુલ્લાહ ભારતમાં થયેલા ઘણા હાઇ-પ્રોફાઇલ આતંકવાદી હુમલાઓનો માસ્ટરમાઇન્ડ હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર, સૈફુલ્લાહ છેલ્લા ઘણા વર્ષોથી નેપાળમાં નકલી નામથી લશ્કરના ઓપરેશન ચલાવી રહ્યો હતો. તેમણે નેપાળમાં નગ્મા બાનુ નામની મહિલા સાથે વિનોદ કુમાર નામથી લગ્ન પણ કર્યા.
સૈફુલ્લાહ 2006માં નાગપુરમાં RSS મુખ્યાલય પર થયેલા હુમલાનો મુખ્ય આરોપી હોવાનું કહેવાય છે. આ ઉપરાંત તે રામપુરમાં CRPF કેમ્પ પરના હુમલા અને 2005 માં બેંગલુરુમાં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ પરના હુમલાનો કાવતરું ઘડનાર પણ હોવાનું કહેવાય છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સૈફુલ્લાહ લશ્કરના ઓપરેશનલ કમાન્ડર આઝમ ચીમાનો સહયોગી હતો.

Related Articles
'સંઘર્ષ વચ્ચે ચીને પાકિસ્તાન માટે કરી હતી ભારતની જાસૂસી..' સંરક્ષણ મંત્રાલય સંબંધિત સંસ્થાના રિપોર્ટમાં દાવો
'સંઘર્ષ વચ્ચે ચીને પાકિસ્તાન માટે કરી હત...
May 19, 2025
પાકિસ્તાન : બલૂચિસ્તાનમાં ભયાનક વિસ્ફોટ-ફાયરિંગ, ચારના મોત, 20ને ઈજા, અનેક બિલ્ડિંગોને નુકસાન
પાકિસ્તાન : બલૂચિસ્તાનમાં ભયાનક વિસ્ફોટ-...
May 19, 2025
અમેરિકામાં ટોર્નેડો વાવાઝોડાનો કહેર, 23થી વધુના મોત, ઘાયલોની સંખ્યા વધી
અમેરિકામાં ટોર્નેડો વાવાઝોડાનો કહેર, 23થ...
May 19, 2025
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનને પ્રોસ્ટેટ કેન્સર થયુ
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનને...
May 19, 2025
ગાઝામાં હોસ્પિટલ-શરણાર્થી કેમ્પ પર બોમ્બ વર્ષા, વધુ 100 મોત
ગાઝામાં હોસ્પિટલ-શરણાર્થી કેમ્પ પર બોમ્બ...
May 18, 2025
વધુ 11 શરતો માનો નહીંતર હવે ફંડ નહીં આપીએ: IMFની પાકિસ્તાનને ચેતવણી
વધુ 11 શરતો માનો નહીંતર હવે ફંડ નહીં આપી...
May 18, 2025