લોસો એન્જેલસમાં સ્થિતિ બેકાબૂ, એપલના સ્ટોરમાં તોડફોડ કરી મચાવી લૂંટ

June 11, 2025

અમેરિકાના લોસ એન્જેલિસમાં સ્થિતિ વણસી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો સતત વધતા જાય છે. જેને કાબૂમાં લેવામાં માટે એક્ટિવ ડ્યૂટીમાં મરીનની ટીમને ગોઠવવામાં આવી છે, આ સમયે લોસ એન્જેલિસનો એક વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણા લોકો એપલના સ્ટોરમાં લૂંટ કરતા જોવા મળે છે. સોમવારે રાત્રે કેટલાક અજાણ્યા લોકોએ એપલના સ્ટોરમાં લૂંટ કરી હતી. 

સોશિયલ મિડીયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં કેટલાક માસ્ક પહેરીને એપલ સ્ટોરમાં ઘૂસીને ગેજેટ્સ ચોરતા નજરે પડી રહ્યા છે. પોલીસ આવતાની સાથે લોકો સ્ટોરમાંથી ભાગતા દેખાય છે. ફોટોમાં હુડી અને નકાબ પહેરીને આ દંગાખોરો સ્ટોરમાં તોડફોડ કરતા દેખાય છે. તે બિલ્ડીંગમાં ઘણા લોકોને જોઈ શકાય છે, જેમાંથી એક વ્યક્તિ બિલ્ડીંગની બારી તોડીને ત્યાંથી ભાગતો હોય એવું નજરે ચડે છે.