મેંગો આઇસક્રીમ

April 15, 2025

સામગ્રી :
2 નંગ પાકી કેરી, 750 ML દૂધ, 1 ચમચી કસ્ટર્ડ પાઉડર, 2 ચમચી કેરીના ટુકડા, 1 ચમચી ગુલાબ શરબત, ખાંડ જરૂર મુજબ

રીત :

  • સૌપ્રથમ દૂધને ઊકળવા મૂકવું.
  • એક કપ ઠંડા દૂધમાં એક ચમચી કસ્ટર્ડ પાઉડર ઉમેરીને મિક્સ કરવું.
  • દૂધ ઊકળી ગયા પછી કસ્ટર્ડ પાઉડરનું મિશ્રણ દૂધમાં ઉમેરવું. જરૂર પ્રમાણે ખાંડ ઉમેરવી.
  • એક મિક્સર જારમાં દૂધનું મિશ્રણ અને સમારેલી કેરી ઉમેરી ઘટ્ટ મિશ્રણ બનાવવું.
  • હવે આ મિશ્રણને એક એરટાઈટ કન્ટેનરમાં સેટ કરી તેને આઠ કલાક ફ્રીઝમાં મૂકવું.
  •  કેરીના ટુકડા અને ગુલાબના શરબત સાથે સર્વ કરવું.