પરિણીત બોયફ્રેન્ડે કરી હરિયાણવી મોડેલ શીતલની હત્યા
June 17, 2025

હરિયાણા મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર શીતલ ઉર્ફે સિમી ચૌધરીની હત્યાએ સમગ્ર પ્રદેશને હચમચાવી નાખ્યો છે. શરૂઆતમાં, મોડલ ગુમ થયાની ફરીયાદ મળી હતી અને પોલીસ તેને શાધી રહી હતી, પરંતુ જ્યારે સોનીપતમાં એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો અને તેણીની ઓળખ મોડેલ સિમી ચૌધરી તરીકે થઈ, ત્યારે પોલીસની શંકાની દિશા સ્પષ્ટ થઈ ગઈ. પોલીસે શીતલના બોયફ્રેન્ડ સુનિલની હત્યા માટે ધરપકડ કરી છે.
શરૂઆતની પૂછપરછમાં, આરોપીએ હરિયાણવી મોડેલ શીતલની છરીથી હત્યા કરવાનું સ્વીકાર્યું છે. હત્યા પછી પોલીસથી બચવા માટે આરોપીએ કાર નહેરમાં પડવાનું નાટક પણ કર્યું હતું. શીતલના ઘણા વર્ષો પહેલા લગ્ન થયા હતા, પરંતુ તેના પતિ સાથે મતભેદોને કારણે તે અલગ રહેવા લાગી હતી. પાણીપતના રહેવાસી સુનીલ કુમાર પણ પરિણીત છે અને પરિવારથી અલગ રહે છે. બંનેની એકલતા તેમને એકબીજાની નજીક લાવી.
છેલ્લા પાંચ વર્ષથી, મિત્રતાની સાથે, બંને વચ્ચે ભાવનાત્મક અને સામાજિક બંધન પણ વધ્યું. શીતલ સોશિયલ મીડિયા પર પણ સિમીના નામથી સક્રિય હતી અને ઘણીવાર સુનીલ સાથેની તેની ફરવાની તસવીરો શેર કરતી હતી. તેને ઓળખનારાઓના જણાવ્યા મુજબ, તેઓ ઘણીવાર બહાર જતા, ખરીદી કરતા અને રેસ્ટોરન્ટમાં સમય વિતાવતા જોવા મળતા હતા.
શીતલ છેલ્લે હત્યા પહેલા સુનીલ સાથે જોવા મળી હતી. પ્રત્યક્ષદર્શીઓ અને સીસીટીવી ફૂટેજમાં એ પણ બહાર આવ્યું છે કે ઘટના પહેલા બંને એક કારમાં સાથે મુસાફરી કરી રહ્યા હતા. તે કાર પણ પાછળથી પાણીપત નજીક એક નહેરમાંથી મળી આવી હતી અને ચોંકાવનારી વાત એ હતી કે કાર સુનીલ કુમારના નામે નોંધાયેલી હતી. શીતલનો મૃતદેહ સોનીપત જિલ્લામાં મળી આવ્યો હતો.\
Related Articles
આખરે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી : આવતા અઠવાડિયે મુંબઈમાં પહેલા સો-રુમનું ઉદ્દઘાટન કરશે
આખરે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી : આવતા અઠવ...
Jul 12, 2025
પીએમ મોદીએ કહ્યું, યુવા શક્તિ ભારતની સૌથી મોટી મૂડી, 51000 યુવાઓને નિયુક્તિ પત્ર અપાયા
પીએમ મોદીએ કહ્યું, યુવા શક્તિ ભારતની સૌથ...
Jul 12, 2025
દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમાળમાંથી 6 લોકોને બહાર કઢાયા
દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમા...
Jul 12, 2025
ખાડાને કારણે કોઈ જીવ ગુમાવે તો કોન્ટ્રાક્ટર સામે માનવ વધનો કેસ નોંધાશે, વલસાડ કલેક્ટરનો મોટો નિર્ણય
ખાડાને કારણે કોઈ જીવ ગુમાવે તો કોન્ટ્રાક...
Jul 12, 2025
કેન્ટીનમાં મારપીટ મામલે ધારાસભ્ય સંજય ગાયકવાડ વિરૂદ્ધ FIR, ફડણવીસે ટીકા કરી
કેન્ટીનમાં મારપીટ મામલે ધારાસભ્ય સંજય ગા...
Jul 11, 2025
હિમાચલમાં મેઘતાંડવ... ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલનથી 91 લોકોના મોત, 22000 પશુ-પક્ષીઓ તણાયાં, રૂ.749 કરોડનું નુકસાન
હિમાચલમાં મેઘતાંડવ... ભારે વરસાદ, પૂર, ભ...
Jul 10, 2025
Trending NEWS

11 July, 2025

11 July, 2025

10 July, 2025

10 July, 2025

10 July, 2025

10 July, 2025

10 July, 2025
09 July, 2025

09 July, 2025

09 July, 2025