ભારત વિરોધી જુબાની બદલ નીતાશા કૌલનું OCI કાર્ડ રદ કરાયું

May 20, 2025

ભારત સરકારે કાશ્મીર મુદ્દાઓ પર ભારત વિરોધી વલણ ધરાવતી ભારતીય મૂળની શિક્ષણવિદ અને લેખિકા નીતાશા કૌલનું ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઈન્ડિયા એટલે OCIકાર્ડ રદ કર્યું છે. નીતાશાએ જણાવ્યું હતું કે મોદી સરકારની નીતિઓ અને સરકારની લઘુમતી વિરોધી અને લોકશાહી વિરોધી નીતિઓ પરના તેમના કાર્ય પર પ્રશ્ન ઉઠાવવાને કારણે તેમનું ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઈન્ડિયા (OCI) કાર્ડ રદ કરવામાં આવ્યું છે.

લંડનમાં રહેતી ભારતીય મૂળની મહિલા નીતાશા વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને 2019માં યુએસ હાઉસ કમિટી ઓન ફોરેન અફેર્સ ખાતે ભારત વિરુદ્ધ જુબાની આપીને ચર્ચામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયા પછી કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનની ખોટી વાર્તાઓ ફેલાવનાર નીતાશાએ પહેલગામ હુમલાને પણ વળાંક આપવાનો પ્રયાસ કર્યો હતો.

માઇક્રોબ્લોગિંગ સાઇટ X પર પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરતા નિતાશાએ કહ્યું, 'આજે ઘરે પહોંચ્યા પછી મને OCI રદ કરવાની માહિતી મળી.' TNRનું એક દ્વેષપૂર્ણ, બદલો લેવા જેવું ક્રૂર ઉદાહરણ મોદી શાસનની લઘુમતી વિરોધી અને લોકશાહી વિરોધી નીતિઓ પર કામ કરવા બદલ મને સજા મળી છે.