હવે અમેરિકાથી ભારત પૈસા મોકલવા પડશે મોંઘા, ડોનાલ્ડ ટ્રમ્પ લાવ્યા નવો નિયમ

May 17, 2025

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર હવે ભારતીયો દ્વારા મોકલવામાં આવતા રેમિટન્સ પર 5% ટેક્સ લાદવાની યોજના બનાવી રહ્યું છે. આનાથી અમેરિકામાં રહેતા ભારતીયો માટે ઘરે પૈસા મોકલવાનું વધુ મોંઘુ થઈ શકે છે.એક અંદાજ મુજબ, આ ટેક્સથી અમેરિકામાં રહેતા ભારતીયોને વાર્ષિક 1.6 બિલિયન યુએસ ડોલર (13.3 હજાર કરોડ રૂપિયા) થી વધુનો ખર્ચ થઈ શકે છે. આ અંદાજિત રકમ RBI દ્વારા તાજેતરના  2023-24 ના ડેટા પર આધારિત પોસ્ટમાં આપવામાં આવી હતી.

ટ્રમ્પ આ માટે એક બિલ લાવવા જઈ રહ્યા છે. આનાથી 4 કરોડથી વધુ લોકો પ્રભાવિત થશે. આમાં ગ્રીન કાર્ડ ધારકો અને HIB વિઝા પર અમેરિકામાં રહેતા ભારતીયોનો સમાવેશ થાય છે. ટ્રમ્પે પૈસા મોકલવા પર 5 ટકા ટેક્સ એક્સાઇઝ ડ્યુટી લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. 

આનાથી ગ્રીન કાર્ડ અને HIB વિઝા ધરાવતા લોકો સહિત 4 કરોડથી વધુ લોકોને અસર થશે. પ્રસ્તાવિત ફી યુએસ નાગરિકોને લાગુ પડશે નહીં. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના માર્ચ બુલેટિનમાં પ્રકાશિત એક પોસ્ટ અનુસાર, ભારતમાં આવનારું નાણું 2010-11 માં $55.6 બિલિયનથી બમણું થઈને 2023-24 માં લગભગ $118.7 બિલિયન થવાનું છે.