ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે, 8 આતંકી કેમ્પ રડાર પર: આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી
January 13, 2026
ભારતીય આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ 15 જાન્યુઆરી 'આર્મી ડે' પહેલાં યોજાયેલી વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન અને ચીન સહિત દેશની આંતરિક સુરક્ષા પર મહત્ત્વના નિવેદનો આપ્યા છે. 13 જાન્યુઆરીના રોજ માણેકશો સેન્ટર ખાતે આયોજિત આ કોન્ફરન્સમાં તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ઇન્ટરનેશનલ બોર્ડર(IB) અને લાઇન ઓફ કંટ્રોલ(LC) પર હાલમાં 8 જેટલા આતંકી કેમ્પ સક્રિય છે. સેના આ કેમ્પોની દરેક હિલચાલ પર નજર રાખી રહી છે અને જો પાકિસ્તાન કોઈ પણ ભૂલ કરશે તો ભારત તરફથી ત્વરિત અને કડક કાર્યવાહી કરવામાં આવશે. જનરલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, 'પહલગામ હુમલા બાદ માત્ર 22 મિનિટમાં 'ઓપરેશન રીસેટ' વ્યૂહરચના હેઠળ વળતો પ્રહાર કરવામાં આવ્યો હતો. હાલમાં 'ઓપરેશન સિંદૂર' હજુ પણ ચાલુ છે. પાકિસ્તાનની પરમાણુ ધમકીઓની અસર હવે ભારત-ચીન સરહદ પર બેઅસર થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ હાલ સંવેદનશીલ હોવા છતાં સંપૂર્ણપણે ભારતીય સેનાના નિયંત્રણમાં છે.' ચીન સાથેની ઉત્તરી સરહદ અંગે આર્મી ચીફે સકારાત્મક સંકેત આપતા કહ્યું કે, 'ઉચ્ચ સ્તરીય વાટાઘાટોને કારણે સ્થિતિ ધીમે-ધીમે સામાન્ય થઈ રહી છે. સરહદ પર સ્થિતિ સ્થિર છે, પરંતુ સેના સતત સતર્ક છે. તેમજ મણિપુરમાં સુરક્ષા દળો અને સરકારના સંકલિત પ્રયાસોને કારણે શાંતિ સ્થપાઈ રહી છે. આ ઉપરાંત, મ્યાનમારમાં ચૂંટણી બાદ બંને દેશોની સેનાઓ વચ્ચે સહયોગ વધવાની આશા છે.' ભારતીય સેના હવે આધુનિક ટેકનોલોજી તરફ ઝડપથી આગળ વધી રહી છે. જનરલ દ્વિવેદીએ જાહેરાત કરી કે સેના ટૂંક સમયમાં અદ્યતન બ્રહ્મોસ મિસાઈલ, હાઈ-ટેક ડ્રોન અને લોઈટરિંગ મ્યુનિશન(હવામાં ઘૂમીને હુમલો કરતી મિસાઈલ) અપનાવશે. ખાસ વાત એ છે કે સેનાનો 90 ટકાથી વધુ દારૂગોળો હવે સ્વદેશી છે. સેનાએ વર્ષ 2026ને 'નેટવર્કિંગ અને ડેટા સેન્ટ્રિસીટીનું વર્ષ' જાહેર કર્યું છે, જેનાથી યુદ્ધના મેદાનમાં રિયલ-ટાઇમ નિર્ણય લેવાની ક્ષમતા વધશે.
Related Articles
મકર સંક્રાંતિએ પવિત્ર સ્નાન માટે જતા પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો, 5 લોકોના કરૂણ મોત
મકર સંક્રાંતિએ પવિત્ર સ્નાન માટે જતા પરિ...
Jan 15, 2026
ભારતમાં '10 મિનિટ ડિલિવરી' બંધ, ટાઈમ લિમિટ હટાવવા સરકારનો આદેશ
ભારતમાં '10 મિનિટ ડિલિવરી' બંધ, ટાઈમ લિમ...
Jan 13, 2026
કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળતર આપવું પડે તેવો આદેશ આપીશું: સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળત...
Jan 13, 2026
વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન નહીં રાખો તો 10 ટકા સેલેરી કપાશે! આ રાજ્યમાં સરકારનો કડક આદેશ
વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન નહીં રાખો તો 10...
Jan 13, 2026
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ...
Jan 13, 2026
Trending NEWS
કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળતર આપવું પડ...
13 January, 2026
વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન નહીં રાખો તો 10 ટકા સેલેર...
13 January, 2026
ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે, 8 આતંકી કેમ્પ રડાર પર:...
13 January, 2026
યશની ટોક્સિકનાં ટીઝર સામે કર્ણાટક મહિલા પંચમાં ફરિ...
13 January, 2026
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળ...
13 January, 2026
ભારતના Zen-G રિસ્ક લેવાથી પાછળ ન હટે, સરકાર તમારી...
13 January, 2026
બંગાળમાં નિપાહ વાયરસના 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા,...
13 January, 2026
ટૂંક સમયમાં ક્રુઝ શિપ દિલ્હીની યમુના નદી પર કાર્યર...
13 January, 2026
સિંગર-એકટર પ્રશાંત તમાંગનું ફક્ત 43 વર્ષની વયે નિધ...
12 January, 2026
કોહલીએ વડોદરામાં સર્જ્યો રેકોર્ડ! આંતરરાષ્ટ્રીય ક્...
12 January, 2026