અમેરિકાના પગે પડ્યું પાકિસ્તાન, કહ્યું અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો
June 08, 2025

'ભારત જે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે તે અદ્યતન છે'
વોશિંગ્ટન : ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને કડક પાઠ ભણાવ્યો છે. પહેલા ભારતે લશ્કરી કાર્યવાહી દરમિયાન પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકી ઠેકાણાઓનો ખાતમો કર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાનના હુમલાઓનો જવાબ આપતા તેના 11 લશ્કરી ઠેકાણાઓને પણ નુકસાન પહોંચાડ્યું. ભારતના એર ડિફેન્સ અને લશ્કરી પરાક્રમ સામે પાકિસ્તાને સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારી અને હારનો સામનો કરવો પડ્યો. આવી સ્થિતિમાં પાડોશી દેશે હવે અમેરિકાને હથિયારો ખરીદવા માટે અપીલ કરી છે.
વોશિંગ્ટનમાં 13 સભ્યોના પાકિસ્તાની પ્રતિનિધિમંડળે અદ્યતન અમેરિકન હથિયારોની માંગ કરી છે. પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રી મુસાદિક મલિકે અમેરિકાને એર ડિફેન્સ સિસ્ટમ અને ફાઈટર વિમાનો વેચવા વિનંતી કરી છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વીડિયોમાં પાકિસ્તાની મંત્રી મલિકે કહ્યું, 'ભારત 80 વિમાનો સાથે આવ્યું હતું, જેમાં 400 મિસાઈલો હતી, જેમાંથી કેટલાક પરમાણુ હથિયારો લઈ જવા સક્ષમ હતા. તમે જોયું જ હશે કે અમારી સાથે શું થયું. જો અમારી પાસે એર ડિફેન્સ સિસ્ટમ ન હોત, તો અમે કાટમાળમાં ફેરવાઈ ગયા હોત. ભારત જે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે તે ખૂબ જ અદ્યતન છે. તેથી, અમે કહીએ છીએ કે અમને તે ટેકનોલોજી આપો, અમે તે તમારી પાસેથી ખરીદીશું.'
પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રી મુસાદિક મલિક પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ અને પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીના નેતૃત્વ હેઠળની ટીમનો ભાગ છે, જે હાલમાં અમેરિકા અધિકારીઓ અને સાંસદો સાથે વાતચીત કરવા માટે વોશિંગ્ટનમાં છે. પાકિસ્તાને પણ ભારતનું અનુકરણ કરીને બિલાવલ ભુટ્ટોના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળને વિદેશ પ્રવાસ પર મોકલ્યું છે.
Related Articles
આખરે પાકિસ્તાનનું નમતું વલણ.... ભારતને સિંધુ જળ સંધિ બહાલ કરવા કર્યો આગ્રહ, જુઓ શું કરી દલીલ
આખરે પાકિસ્તાનનું નમતું વલણ.... ભારતને સ...
Jul 01, 2025
ગાઝામાં સ્થિતિ બેકાબૂ, 15 દિવસમાં 1000 લોકોના મોત, 23 લાખ લોકો સામે ભૂખમરાનું સંકટ
ગાઝામાં સ્થિતિ બેકાબૂ, 15 દિવસમાં 1000 લ...
Jul 01, 2025
'તો બોરિયા બિસ્તરા બાંધી દ.આફ્રિકા જવા તૈયાર રહેજો..' મસ્કના ખુલ્લા પડકાર સામે ટ્રમ્પની ધમકી
'તો બોરિયા બિસ્તરા બાંધી દ.આફ્રિકા જવા ત...
Jul 01, 2025
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ, આગામી 10 દિવસમાં થશે મોટી જાહેરાત
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ, આગામ...
Jun 30, 2025
હવે આ યુરોપિયન દેશમાં 'ગૃહયુદ્ધ' જેવી સ્થિતિ, પુતિનના 'ખાસ' નેતાની સત્તા સામે લટકતી તલવાર
હવે આ યુરોપિયન દેશમાં 'ગૃહયુદ્ધ' જેવી સ્...
Jun 30, 2025
દુષ્કર્મની ઘટના બાદ બાંગ્લાદેશમાં ફરી રોષ ભભૂક્યો, લોકો માર્ગો પર ઊતર્યા, યુનિવર્સિટીમાં દેખાવ
દુષ્કર્મની ઘટના બાદ બાંગ્લાદેશમાં ફરી રો...
Jun 30, 2025
Trending NEWS

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025