Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

તમિલનાડુમાં મોટી દુર્ઘટના, ફટાકડાં ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 5ના મોત, 4થી વધુ ઈજાગ્રસ્ત

July 01, 2025

તમિલનાડુના શિવાકાશી નજીક ચિન્નાકમનપટ્ટી ગામમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેમાં 5 લોકોના મોત થયા હોવાની આશંકા છે. જ્યારે અન્ય 4 ગંભીર રીતે દાઝ્યા છે. વિરૂધુનગર જિલ્લામાં આવેલી ગોકુલેશ ફાયરવર્ક્સ ફેક્ટરીમાં આજે મંગળવારે વહેલી સવારે પ્રચંડ વિસ્ફોટ થયો હતો. જેમાં પાંચ કામદારોના મોત થયા હોવાના અહેવાલ છે. અન્ય ચાર ઈજાગ્રસ્ત થયા છે.  ફેક્ટરી પાસે અવાજરહિત ફટાકડાં ઉત્પાદિત કરવાનું લાયસન્સ હતું. જો કે, જરૂરી વ્યૂહાત્મક સુવિધાઓ વિના ફેન્સી ફટાકડાંનું ગેરકાયદે ઉત્પાદન કરી રહી હોવાનું નિરિક્ષણમાં જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે વિસ્ફોટનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ફેક્ટરીમાં અર્મર્યાદિત જગ્યા હોવાથી ખુલ્લા વિસ્તારમાં રો મટિરિયલ્સનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જે સુરક્ષાના માપદંડોનું ઉલ્લંઘન છે. સીપીસીબી રિપોર્ટમાં પણ નોંધ્યું હતું કે, ફેક્ટરીમાં જગ્યા ખૂબ ઓછી હોવાથી સુરક્ષાનું જોખમ વધુ હતું. ગતવર્ષે પણ શિવાકાશીમાં આવેલી એક ફટકડાંની ફેક્ટરીમાં અચાનક વિસ્ફોટ થતાં 10 મજૂરોના મોત થયા હતાં. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની દોરવણી હેઠળ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે તપાસમાં નોંધ્યું હતું કે, યુનિટમાં સુરક્ષાના માપદંડોનું ગંભીર ઉલ્લંઘન થઈ રહ્યું હતું.