મેંગલોર ઓટો બ્લાસ્ટમાં PFI અને ISISની સાંઠગાંઠનો પર્દાફાશ, ઘાયલ શકમંદે ખોલ્યા રહસ્યો

November 21, 2022

કર્ણાટકના મેંગલોરમાં શનિવારે ચાલતી ઓટો રિક્ષામાં બ્લાસ્ટ થવાના મામલામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. આ વિસ્ફોટમાં એક ઓટો રિક્ષા ચાલક અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયા છે, જેના પર મેંગલોર વિસ્ફોટને અંજામ આપવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેની ઓળખ કર્ણાટકના તીર્થહલ્લીના રહેવાસી મોહમ્મદ શારિક (24) તરીકે થઈ છે.

સપ્ટેમ્બર 2022થી ફરાર હતો. તપાસ ટીમના જણાવ્યા અનુસાર, પીએફઆઈ (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા)એ તેના વિરુદ્ધ થયેલ કાર્યવાહી બાદ ISIS (ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા) સાથે સાંઠગાંઠ કરી દક્ષિણ ભારતમાં આતંકવાદી હુમલાની યોજના બનાવી છે. ISIS અને PFIના કેડર મળીને એક મોટું કાવતરું ઘડી રહ્યા છે.

મેંગલોર બ્લાસ્ટમાં પકડાયેલા ઘાયલ સંદિગ્ધ મોહમ્મદ શારિકની પ્રારંભિક પૂછપરછમાં આ માહિતી સામે આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મોહમ્મદ શારિક કટ્ટરવાદની વિચારધારાથી ખૂબ પ્રભાવિત છે. તે ભીડવાળી જગ્યાએ બ્લાસ્ટ કરવાનો હતો, પરંતુ, આ બોમ્બ વિસ્ફોટ તેના પહેલા થયો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલાની તપાસ ટૂંક સમયમાં NIAને સોંપવામાં આવી શકે છે.