વૉટર સ્ટ્રાઈક કરી પાકિસ્તાનને ભીંસમાં લેવાની તૈયારી, ભારતે અફઘાન સાથે મળીને ઘડ્યો 'પ્લાન'
May 17, 2025

સૂત્રો મુજબ જયશંકર અને મુત્તાકી વચ્ચે અફઘાનિસ્તાનમાં ભારતની મદદવાળા વિકાસ પ્રોજેક્ટને આગળ વધારવા સંમતિ થઈ છે, તેમાં લાલંદરનો શહતૂત બાંધ પ્રોજેક્ટ પણ સામેલ છે, જે કાબૂલ નદી પર બનાવાશે. બંને દેશો વચ્ચે ફેબુ્રઆરી ૨૦૨૧માં આ પ્રોજેક્ટ માટે સમજૂતી થઈ હતી, પરંતુ કાબુલમાં સત્તા બદલાઈ ગયા પછી આ પ્રોજેક્ટ પર બ્રેક વાગી ગઈ હતી. પહલગામ આતંકી હુમલા પછી ભારતીય રાજદ્વારીઓની એક ટીમ કાબુલ પ્રવાસે જતા આ પ્રોજેક્ટ ફરી શરૂ થવાનો ગણગણાટ થવા લાગ્યો હતો. હકીકતમાં કાબુલ નદી પર બનનારા આ પ્રોજેક્ટથી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ અને દેશના અન્ય ભાગમાં રહેતા અંદાજે ૨૦ લાખ લોકોને પીવાનું સ્વચ્છ પાણી મળી રહેશે. આ શહતૂત બંધ પ્રોજેક્ટ માટે ભારત ૨૩.૬ કરોડ ડોલરની નાણાકીય અને ટેક્નોલોજી સહાય પૂરી પાડશે. આ પ્રોજેક્ટ લગભગ ત્રણ વર્ષમાં પૂરો થશે અને તેનાથી અફઘાનિસ્તાનમાં ૪,૦૦૦ હેક્ટર જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવાશે.
શહતૂત બાંધ પ્રોજેક્ટથી પાકિસ્તાનની મુશ્કેલીઓ વધી જશે. આ પ્રોજેક્ટના પગલે હિન્દુ કુશ પર્વતોમાંથી નીકળતી કાબુલ નદી પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાં પ્રાંતમાં દાખલ થાય છે. જોકે, આ બાંધ બનતા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાં પ્રાંતમાં પાણીની અછત સર્જાશે. પહલગામમાં ૨૨ એપ્રિલે આતંકી હુમલા પછી ભારતીય રાજદૂતોએ ૨૯ એપ્રિલે અફઘાનિસ્તાનની મુલાકાત લીધી હતી અને આ પ્રોજેક્ટ ફરી શરૂ કરવા તૈયારી દર્શાવી હતી. અફઘાનિસ્તાને પણ પહલગામ આતંકી હુમલાની ટીકા કરી હતી અને ભારત સાથે વ્યૂહાત્મક હિતો સાથે તાલમેલ બેસાડવાના સંકેત આપ્યા છે.
Related Articles
બિહારમાં નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારના ઘૂસણખોરો પણ બની ગયા મતદારો! ચૂંટણી પંચનો દાવો
બિહારમાં નેપાળ, બાંગ્લાદેશ અને મ્યાનમારન...
Jul 13, 2025
'દોષનો ટોપલો પાયલટ પર ઢોળવાનો પ્રયાસ', અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે પાયલટ એસોસિયેશનના આરોપ
'દોષનો ટોપલો પાયલટ પર ઢોળવાનો પ્રયાસ', અ...
Jul 12, 2025
'હજુ નિષ્કર્ષ પર નથી પહોંચ્યા', અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવ્યા બાદ કેન્દ્ર સરકારનું મોટું નિવેદન
'હજુ નિષ્કર્ષ પર નથી પહોંચ્યા', અમદાવાદ...
Jul 12, 2025
સરકારી કર્મચારીઓની લાગશે લોટરી? પગારમાં 30% વધારાની શક્યતા
સરકારી કર્મચારીઓની લાગશે લોટરી? પગારમાં...
Jul 12, 2025
આખરે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી : આવતા અઠવાડિયે મુંબઈમાં પહેલા સો-રુમનું ઉદ્દઘાટન કરશે
આખરે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી : આવતા અઠવ...
Jul 12, 2025
પીએમ મોદીએ કહ્યું, યુવા શક્તિ ભારતની સૌથી મોટી મૂડી, 51000 યુવાઓને નિયુક્તિ પત્ર અપાયા
પીએમ મોદીએ કહ્યું, યુવા શક્તિ ભારતની સૌથ...
Jul 12, 2025
Trending NEWS

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025
12 July, 2025
12 July, 2025