પાકિસ્તાનને 15 ટુકડામાં વહેંચવાની તૈયારી! આર્મી ચીફના પ્રસ્તાવનો વિરોધ
October 09, 2026
ઈસ્લામાબાદ ઃ પાકિસ્તાનમાં સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર દેશના 4 મોટા પ્રાંતોને નાના હિસ્સાઓમાં વહેંચીને 12 થી 15 નવા પ્રાંત બનાવવાના પક્ષમાં છે. આ પ્રસ્તાવ અંતર્ગત દેશમાં 160 જેટલા નાના પ્રશાસનિક વિસ્તારો બનાવવાની પણ વાત છે. હાલમાં પાકિસ્તાનમાં પંજાબ, સિંધ, ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન એમ કુલ 4 જ પ્રાંતો છે, જેના વિભાજનથી શાસન વ્યવસ્થામાં મોટો ફેરફાર થઈ શકે છે.
પાકિસ્તાનના ચારેય પ્રાંતો વસ્તી અને ક્ષેત્રફળની દૃષ્ટિએ ખૂબ જ અલગ છે. પંજાબ સૌથી વધુ વસ્તી ધરાવતો પ્રાંત છે, જ્યાં લગભગ 12.8 કરોડ લોકો રહે છે, જે દેશની કુલ વસ્તીના અડધાથી વધુ ભાગ છે. બીજી તરફ, બલુચિસ્તાન ક્ષેત્રફળમાં મોટો હોવા છતાં ત્યાં માત્ર 1.5 કરોડ લોકો જ વસે છે. આર્થિક સંકટ, મોંઘવારી અને દેવાના બોજ વચ્ચે મોટા પ્રાંતોમાં વહીવટ ચલાવવો મુશ્કેલ બન્યો છે, જે આ પ્રસ્તાવ પાછળનું મોટું મહત્ત્વનું કારણ માનવામાં આવે છે. પંજાબ પરંપરાગત રીતે પીએમએલ-એન (PML-N) અને સિંધ પીપીપી (PPP) નો ગઢ ગણાય છે. આ મોટા પ્રાંતોની ચૂંટણી તાકાત કેન્દ્ર સરકાર સામે મજબૂત સ્થિતિ પૂરી પાડે છે. જો તેમને નાના ભાગોમાં વહેંચવામાં આવે, તો તેમની રાજકીય તાકાત ઘટી શકે છે. આનાથી કેન્દ્ર સરકાર અને સેના માટે પ્રાંતો પર સીધો પ્રભાવ જાળવી રાખવો વધુ સરળ બનશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પ્રસ્તાવની ચર્ચા એવા સમયે ચાલી રહી છે જ્યારે ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં પહેલાથી જ ભારે અશાંતિ અને તણાવ પ્રવર્તી રહ્યો છે. પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન જેલમાં છે અને તેમના સમર્થકો સરકાર સામે સતત વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. બલુચિસ્તાનમાં પણ લાંબા સમયથી અશાંતિ છે. આવી નાજુક સ્થિતિમાં આંતરિક સરહદો અને પ્રાંતીય માળખાને બદલવું પાકિસ્તાન માટે મોટું જોખમ સાબિત થઈ શકે તેમ અનેક જાણકારોનું માનવું છે.
Related Articles
હેલોવીન વીકેન્ડમાં અમેરિકાના 4 રાજ્યોમાં ગોળીબાર, ડલાસમાં 4 સહિત 5 લોકોનાં મોત, 29 ઘાયલ
હેલોવીન વીકેન્ડમાં અમેરિકાના 4 રાજ્યોમાં...
Nov 02, 2026
ફ્લોરિડાના રહેણાંક વિસ્તારમાં બહામાસ જતું લિયરજેટ 60 પ્લેન તૂટી પડતાં આગ લાગી, તમામ 9 મુસાફરો ભડથું
ફ્લોરિડાના રહેણાંક વિસ્તારમાં બહામાસ જતુ...
Nov 02, 2026
બાંગ્લાદેશમાં વેતન વધારાની માંગ સાથે ગારમેન્ટ શ્રમિકોનો વિદ્રોહ! તોડફોડ અને આગચંપી
બાંગ્લાદેશમાં વેતન વધારાની માંગ સાથે ગા...
Nov 01, 2026
જાપાનમાં 6ની તીવ્રતાનો આંચકો; ઈરાનના પરમાણુ રિએક્ટર ધરાવતા બુશેહરમાં ધરતીકંપ
જાપાનમાં 6ની તીવ્રતાનો આંચકો; ઈરાનના પરમ...
Nov 01, 2026
ફક્ત 10 મિનિટનું કામ છે, બાકી રહેલા 2 ટાર્ગેટ પણ ઉડાવી દઈશું! ટ્રમ્પની ઈરાનને ધમકી
ફક્ત 10 મિનિટનું કામ છે, બાકી રહેલા 2 ટા...
Nov 01, 2026
ઈટાલીના 40 શહેરોમાં ભડકી આંદોલનની આગ! સંસદ ઘેરવા દોડી ભીડ, મેલોની સરકારની ચિંતા વધી
ઈટાલીના 40 શહેરોમાં ભડકી આંદોલનની આગ! સં...
Oct 31, 2026
Trending NEWS
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
01 November, 2026
31 October, 2026
31 October, 2026
31 October, 2026
31 October, 2026