Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

પૂણે દુર્ઘટના: વોટરફોલ સાથે સેલ્ફીની હોડમાં અનેકે ગુમાવ્યા જીવ

June 15, 2025

પૂણે : પુણેના કુંદમાલા વિસ્તારમાં આવેલી ઈન્દ્રાયણી નદી પરનો જર્જરિત બ્રિજ અચાનક ધરાશાયી થતાં 25થી 30 લોકો તણાયા હોવાની આશંકા છે. જેમાં બેના મૃતદેહો મળી આવ્યા છે. જ્યારે છથી સાત લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સેલ્ફી લેવાના ચક્કરમાં મોટી સંખ્યામાં પર્યટકો બ્રિજ પર એકત્રિત થઈ જતાં બ્રિજ પડી ભાંગ્યો હોવાના પ્રારંભિક અહેવાલો મળ્યા છે.
માવલ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો હતો. ભારે વરસાદના કારણે ઈન્દ્રાયણી નદીનું જળ સ્તર વધ્યું હતું. સુંદર વહી રહેલા ઝરણાંના રમણીય કુદરતી દ્રશ્યો જોવા પર્યટકો આ પ્રવાસન સ્થળ કુંદમાલાની મુલાકાતે આવ્યા હતા. જૂનો-જર્જરિત લોખંડના બ્રિજ પર લોકો તસવીરો ક્લિક કરવા તેમજ સેલ્ફી લેવા ઉમટી પડ્યા હતાં. બ્રિજ તૂટ્યો ત્યારે તેની ઉપર 100થી વધુ લોકો ઉપસ્થિત હતાં. એક ભયાવહ અવાજ સાથે બ્રિજનો એક હિસ્સો અચાનક ધરાશાયી થયો હતો. જેથી નદીના પ્રવાહમાં લોકો તણાયા હતા.
આ દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો, એનડીઆરએફ, એસડીઆરએફ તેમજ ફાયર બ્રિગેડની ટીમ બચાવ કામગીરી માટે દોડી આવી હતી. જેમાં 25થી 30 લોકો તણાયા હોવાની આશંકા છે. જ્યારે બે મૃતદેહો મળી આવ્યા હતાં. પાંચથી છ લોકોને બચાવી પણ લેવામાં આવ્યા છે. હજુ બચાવ કામગીરી અને શોધ-ખોળ ચાલુ છે. વરસાદના કારણે બચાવ કામગીરીમાં અવરોધો નડી રહ્યા છે.