પુણે : હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીમાં પોલીસની રેડ: પૂર્વ મંત્રીના જમાઈ અને બે મહિલાઓ સહિત 7ની ધરપકડ
July 27, 2025
ડ્રગ્સ, દારૂ અને હુક્કા પાર્ટીમાં દરોડા, સાત લોકોની કરી ધરપકડ
પુણે : મહારાષ્ટ્રના પુણે શહેરમાં પોલીસે એક ફ્લેટમાં ચાલી રહેલી કથિત ડ્રગ પાર્ટી પર દરોડા પાડી સાત લોકોની ધરપકડ કરી હતી. આ ડ્રગ પાર્ટીમાં પૂર્વ મંત્રી એકનાથ ખડસેના જમાઈ પ્રાંજલ ખેવલકર પણ સામેલ હતાં. સુત્રો અનુસાર, એક મહિલા ધારાસભ્યના પતિ પણ આ પાર્ટીમાં હોવાનો ખુલાસો થયો છે. જેના કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.
પોલીસે જણાવ્યું હતું કે, પુણેના પૉશ વિસ્તાર ખરાડીમાં આવેલા એક સ્ટુડિયા એપાર્ટમેન્ટમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. જ્યાં ડ્રગ્સ, દારૂ અને હુક્કા પાર્ટી ચાલી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચને ગુપ્ત બાતમી મળતાં રવિવારે વહેલી સવારે 3.30 વાગ્યે રેવ પાર્ટીમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. પુણે પોલીસા ડેપ્યુટી કમિશનર (ક્રાઈમ) નિખિલ પિંગલેએ જણાવ્યું હતું કે, સર્ચ ઓપરેશન દરમિયાન 2.7 ગ્રામ કોકેઈન, 70 ગ્રામ ગાંજો, એક હુક્કા પૉટ, હુક્કા ફ્લેવર અને બીયર-દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી. આ મામલે જે સાત લોકોની ધરપકડ થઈ છે, તેમાં પ્રાંજલ ખેવલકર, નિખિલ પોપટાની, સમીર સૈયદ, શ્રીપદ યાદવ, ભોમ્બે, ઈશા સિંહ અને પ્રાચી શર્મા સામેલ છે. તમામ આરોપી પર એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમામને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતાં. રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આ મામલે રાજકારણીઓના ઘરના લોકો સામેલ હોવાથી રાજકારણમાં આક્ષેપોનો વરસાદ શરૂ થયો છે. એનસીપી (શરદ પવાર)ના નેતા એકનાથ ખડસેએ જણાવ્યું હતું કે, આ મામલે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. તેમજ આ કાર્યવાહી રાજકીય ષડયંત્ર હેઠળ હાથ ધરાઈ છે કે કેમ તેની પણ જાણકારી મેળવવી જોઈએ. નોંધનીય છે, ખડસેના દિકરી રોહિણી ખડસે એનસીપી (એસપી)ના મહિલા મોર્ચના પ્રદેશ અધ્યક્ષ છે. જેમના પતિ પ્રાંજલની આ રેવ પાર્ટીમાંથી ધરપકડ કરવામાં આવી છે.
શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સુષ્મા અંધારેએ આ કાર્યવાહી બદલ સરકાર પર પ્રહારો કર્યા છે કે, આ કાર્યવાહી એવા લોકો માટે સંદેશ છે, જે સરકારની વિરૂદ્ધ છે.
Related Articles
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે IndiGoનો મોટો નિર્ણય: રિયાધ, જેદ્દાહ સહિત 4 શહેરોની ફ્લાઇટ્સ રદ!
સાઉદી અરેબિયા પર મિસાઈલ હુમલા વચ્ચે Indi...
Oct 13, 2026
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026