નવસારીમાં મોડી રાત્રે રફતારનો કહેર: ભયાનક કાર અકસ્માતમાં એકનું કરૂણ મોત, ત્રણ બાળકોને ઈજા
November 19, 2025
નવસારી : નવસારી શહેરમાં મંગળવારે મોડી રાત્રે રફતારના કારણે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. શહેરના તીઘરાથી કબીરપોર તરફ જઈ રહેલી એક કાર સેન્ટ્રલ મોલ નજીક ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું છે, જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ બાળકોને ઈજા પહોંચી છે.
પ્રાથમિક માહિતી અનુસાર અકસ્માત સર્જાયો તે સમયે કારમાં કુલ ચાર લોકો સવાર હતા. મોડી રાત્રે કાર પૂરપાટ ઝડપે તીઘરા તરફથી કબીરપોર જઈ રહી હતી. તે દરમિયાન સેન્ટ્રલ મોલ નજીક અચાનક રસ્તા વચ્ચે એક શ્વાન આવી જતાં કાર ચાલકે તેને બચાવવા માટે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
કાબૂ ગુમાવતા જ કાર રોડની વચ્ચે આવેલા સેન્ટ્રલ મોલના ડિવાઇડર સાથે જોરદાર રીતે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.
આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકો પૈકી એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે તેની સાથે સવાર ત્રણ બાળકોને શરીરે ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાત્રે બનેલા આ બનાવથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Related Articles
રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જોઈ શકશે આન્સરશીટ! બોર્ડની પરીક્ષા અંગે પહેલીવાર આવો નિર્ણય
રિઝલ્ટથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ હવે પોતે જ...
Jun 22, 2026
4 કલાકમાં 21 તાલુકા ભીંજાયા, સૌથી વધુ વલસાડ-સુરતમાં મેઘમહેર, ઠેર-ઠેર પાણી ભરાયા
4 કલાકમાં 21 તાલુકા ભીંજાયા, સૌથી વધુ વલ...
Jun 22, 2026
જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો કરનાર સિંહનું શંકાસ્પદ મોત, હડકવા થયો હોવાની આશંકા
જાફરાબાદના બાબરકોટમાં બે લોકો પર હુમલો ક...
Jun 21, 2026
અમદાવાદમાં NEET પરીક્ષા કેન્દ્ર પર હિજાબ અને કંઠી-દોરા મુદ્દે બે સંગઠનો આમનેસામને આવતા તંગદીલી
અમદાવાદમાં NEET પરીક્ષા કેન્દ્ર પર હિજાબ...
Jun 21, 2026
રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને ઍલર્ટ
રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહ...
Jun 20, 2026
ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ, 3 લોકો દાઝ્યા, ફાયર બ્રિગેડે 70 જેટલા બાટલા બહાર કાઢ્યા
ગીતામંદિર પાસે ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્...
Jun 19, 2026
Trending NEWS
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
21 June, 2026
21 June, 2026