Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં 26થી 28 ડિસેમ્બર ગાજવીજ સાથે વરસાદની આગાહી

December 23, 2024

નવસારી, : ગુજરાતમાં ધીમે-ધીમે ઠંડીનો પ્રકોપ વધી રહ્યો છે, તેવામાં વાતાવરણમાં પલટો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે આજે સોમવારે રાજ્યના નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. આ દરમિયાન હવામાન વિભાગે આગામી 28 ડિસેમ્બર સુધીની આગાહી કરી છે. જેમાં 24-25 ડિસેમ્બરમાં રાજ્યભરમાં શુષ્ક હવામાનની આગાહી છે, જ્યારે 26થી 28 ડિસેમ્બર સુધીમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણ પલટાયું છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે, ત્યારે વહેલી સવારે ધુમ્મસના દ્રશ્યો જોવા મળે છે. હવામાન વિભાગે આગામી 24-25 ડિસેમ્બરના રોજ રાજ્યભરમાં શુષ્ક હવામાનની આગાહી કરી છે. 

હવામાન વિભાગ દ્વારા આગામી 26-27 ડિસેમ્બરે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.