મુંબઈમાં વરસાદે આફત નોતરી, ઠેર-ઠેર પાણી ભરાયા, ફ્લાઈટ-ટ્રેન મોડી પડી

May 26, 2025

મુંબઇમાં મોડી રાતથી સતત વરસી રહેલા વરસાદની અસર સોમવારે રેલવે સેવા પર પડી રહી છે. મધ્ય રેલવે હાર્બર અને વેસ્ટર્ન રેલવેની લોકલ સેવાઓ ખોરવાઇ ગઇ છે. જેથી ઓફિસ જનારાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મધ્ય રેલવેની મેન લાઇન પર કલ્યાણ તરફ જનાર અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) તરફ જનાર લોકલ ટ્રેનો મોડી મોડી ચાલી રહી છે. 

સવારે 9 વાગ્યાથી 10 વાગ્યા વચ્ચે એક કલાકમાં સૌથી વધુ વરસાદ નરીમન પોઇન્ટ ફાયર સ્ટેશનમાં નોંધાયો છે. આ ઉપરાંત એ વોર્ડ ઓફિસમાં 86 મી.મી., કોલાબા પંપિંગ સ્ટેશન 83 મી.મી., મ્યુનિસિપલ હેડ ઓફિસ 80 મી.મી., કોલાબા ફાયર સ્ટેશન 77 મી.મી., ગ્રાન્ટ રોડ આઇ હોસ્પિટલ 67 મી.મી., મેમનવાડા ફાયર સ્ટેશન 65 મી.મી., માલાબાર હિલ 63 મી.મી. અને ડી વોર્ડ 61 મી.મી. વરસાદ નોંધાયો છે.