યુદ્ધવિરામની આશા વચ્ચે રશિયાનો યુક્રેન પર ભયાનક હુમલો, 570થી વધુ ડ્રોન, 40 મિસાઈલો ઝિંકી
August 21, 2025
રશિયાએ યુક્રેન પર વર્ષનો ત્રીજો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. રશિયન સેનાએ પશ્ચિમી ક્ષેત્રમાં 570થી વધુ ડ્રોન અને 40 મિસાઇલો ઝિંકી ભયાનક તબાહી મચાવી છે. તાજેતરમાં જ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વ્લોદોમીર ઝેલેન્સ્કીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ રશિયા-યુક્રેનનું યુદ્ધ બંધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી, જોકે રશિયન સેનાનો તાજેતરનો હુમલો જતા એવું લાગી રહ્યું છે, બંને દેશો પાછીપાની કરવા તૈયાર નથી.
રશિયન સેનાએ આ વર્ષનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો હોવાનો યુક્રેન એરફોર્સે આજે (21 ઓગસ્ટ) દાવો કર્યો છે. એરફોર્સે આક્ષેપ કર્યો છે કે, રશિયન સેનાએ 574 ડ્રોન અને 40 મિસાઈલો ઝિંકી તબાહી મચાવી છે. સેનાએ સૌથી વધુ યુક્રેનના પશ્ચિમ વિસ્તારોને ટાર્ગેટ કર્યા છે. યુક્રેન એરફોર્સના અધિકારીઓનું કહેવું છે કે, રશિયાના હુમલામાં એક નાગરિકનું મોત થયું છે, જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
હુમલા બાદ ઝેલેન્સ્કીએ પુતિન પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, તાજેતરના હુમલાથી એવા સંકેત મળી રહ્યા છે કે, રશિયા કોઈપણ રીતે યુદ્ધવિરામ ઈચ્છતું નથી. મોસ્કો તરફથી યુદ્ધ બંધ કરાવવા કે પછી યોગ્ય વાતચીત કરવા માંગતું હોવાના કોઈપણ સંકેત મળ્યા નથી. યુક્રેનના વિદેશ મંત્રી એન્ટ્રી સાઈબિહાએ કહ્યું કે, ‘રશિયન સેનાએ પશ્ચિમ યુક્રેનના એક મુખ્ય અમેરિકન ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચર કંપની પર હુમલો કર્યો છે.’
ચોંકાવનારી વાત એ છે કે, રશિયાએ યુક્રેનના જે વિસ્તારમાં હુમલો કર્યો છે, તે યુદ્ધ ક્ષેત્રથી ઘણું દૂર આવેલું છે. રિપોર્ટ મુજબ, પશ્ચિમ દેશો યુક્રેનને આપેલા સૈન્ય હથિયારો તે જ વિસ્તારમાં પહોંચાડે છે. કદાચ આ જ કારણે રશિયાએ પશ્ચિમ યુક્રેનને ટાર્ગેટ કર્યું હોઈ શકે છે. અધિકારીઓએ કહ્યું કે, હુમલામાં ઉપયોગ કરાયેલ ડ્રોનની ગણતરી કરવામાં આવી છે, તે મુજબ યુક્રેન પર આ વર્ષનો સૌથી મોટો હુમલો કરાયો છે. ડ્રોન અને મિસાઈલોની ગણતરી મુજબ આ આઠમો સૌથી મોટો હુમલો હતો.
Related Articles
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો, 2 ક્રૂ મેમ્બર્સ ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો,...
Oct 12, 2026
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો, પાકિસ્તાની કૉસ્ટ ગાર્ડના 13 સૈનિકો માર્યા ગયાનો દાવો
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો,...
Oct 12, 2026
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભારતીય સહિત 13 લોકોનાં મોત
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભાર...
Oct 12, 2026
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026