વ્હાઈટ હાઉસમાં બેઠક પહેલા રશિયાનો યુક્રેન પર ભીષણ હુમલો
August 18, 2025
વોશિંગ્ટનમાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠક પહેલાં રશિયાએ ફરી એકવાર યુક્રેન પર નિશાન સાધ્યું છે. યુક્રેનના પ્રમુખે પોતે સોશિયલ મીડિયા પર આ અંગે માહિતી આપી હતી. ઝેલેન્સ્કીએ એ વીડિયો જાહેર કરતાં લખ્યું હતું કે, વોશિંગ્ટનમાં શાંતિ મુદ્દે ચર્ચા પહેલાં જ રશિયાએ જાણી જોઈને હુમલો કર્યો. અમે પ્રમુખ ટ્રમ્પ સાથે આ મુદ્દે ચર્ચા કરીશું. આ બેઠકમાં યુક્રેન, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઈટલી, ફિનલેન્ડ, ઈયુ, અને નાટોના નેતા સામેલ થશે. પરંતુ રશિયાએ આ બેઠક પહેલાં જ યુક્રેનના ખાર્કિવ, જાપોરિજ્જિયા, સૂમી અને ઓડેસા શહેરો પર હુમલા શરૂ કરી દીધા છે. ઘર અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યું છે.
ઝેલેન્સ્કીએ આગળ જણાવ્યું કે, ખાર્કિવમાં ડ્રોન હુમલામાં સાત લોકો માર્યા ગયા છે. જેમાં દોઢ વર્ષની બાળકી પણ સામેલ છે. જાપોરિજ્જિયામાં મિસાઈલ હુમલાથી ત્રણના મોત અને 20 ઘાયલ થયા છે. મારી સંવેદના તમામ પીડિતોના પરિવારજનો અને પ્રિયજનો સાથે છે. ઓડેસામાં એક એનર્જી સેન્ટર પર હુમલો કર્યો છે. જે અઝરબૈજાનની કંપની છે. રશિયા જાણી જોઈને લોકો પર ખાસ કરીને બાળકોને ટાર્ગેટ બનાવી રહ્યું છે. પુતિન દબાણ વધારવા તેમજ રાજકીય પ્રયાસોને નબળા બનાવવા આ પ્રકારના હુમલા કરી રહ્યા છે. અમને મદદની જરૂર છે. જેથી અમે હુમલા રોકી શકીએ. રશિયાને યુદ્ધ માટે રિવોર્ડ આપવો જોઈએ નહીં. યુદ્ધ સમાપ્ત કરવુ પડશે.
Related Articles
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ પર વિશ્વની નજર: 4 દિવસના સેન્ટ્રલ એશિયા પ્રવાસે PM મોદી
પુતિન-જિનપિંગ સાથે મુલાકાત અને SCO સમિટ...
Aug 29, 2026
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો! ચીનની ચેતવણી- નદી પર બનેલું સરોવર ગમે ત્યારે તૂટી શકે છે
600થી વધુના મોત બાદ નેપાળ પર વધુ એક ખતરો...
Aug 29, 2026
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે! ટ્રમ્પના નવા પ્રસ્તાવથી ભારતીય પરિવારોમાં ફફડાટ
જોબ છૂટતાં જ રાતોરાત અમેરિકા છોડવું પડશે...
Aug 29, 2026
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ હેરાલ્ડફનું 89 વર્ષની વયે નિધન
યુરોપના સૌથી વરિષ્ઠ રાજવી નોર્વેના કિંગ...
Aug 28, 2026
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
Trending NEWS
30 August, 2026
30 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026
29 August, 2026